________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવને
[ ૧૦૫
૩૩. શ્રી પંચાસર પાર્શ્વનાથ જિન સ્તવન
( મારે દિવાળી થઈ આજ ) પાટણમાં પરગટ પ્રભુ રે, શ્રી પંચાસર પાસ રે; પ્રેમ સહિત નિત્ય પૂજતાં રે,
પહોંચે વાંછિત આશ, પ્રભુગુણ ગાવો રે, કઈ જિનમુખ પંકજ ભાળી, સમતા લાવે છે. પ્રભુ ૧ સંવત આઠ બિલેતરે રે, પંચાસર વર ગામ રે; તિહાંથી પ્રભુજી પધારિયા રે, કાંઈ શ્રીપાટણ શુભ કામ. પ્રભુત્ર ૨ સુંદર મૂરતિ સ્વામીની રે, તેજ તણે નહિ પાર રે; અનુભવશું અવલોકતાં, દિયે પલકમાં ભવને પાર. પ્રભુ ૩ વીતરાગ પરભાવથી રે, થઈ સેવે વીતરાગ રે; ધાતુ મિલાવે તેને રે, કાંઈ પરગટ અનુભવ લાગ. પ્રભુ. ૪ સાત રાજ ઉપર પ્રભુ રે, પણ ભક્ત પરતક્ષ રે; વાચક રામવિજય કહે રે, સેવે એ અગમ અલક્ષ. પ્રભુ ૫
૩૪. શ્રી પંચાસર પાર્શ્વનાથ જિન સ્તવન વહાલાજી, શ્રી પંચાસર પાસ જગતગુરુ ગુણની રે ; હાલાજી, નિજ સેવક અરદાસ, વામાસુત! સાંભળે રે લે. ૧ હાલાજી, જગબંધવ જગન્નાથ કે, સારથપતિ યે રે ; વહાલાજી, નિર્યામક ભવસાયર, તારણ તું કહ્યો રે લે. ૨ હાલાજી, તુજ ગુણ અનંત અપાર,જ્ઞાની વિણ કુણ લહે રે; હાલાજી, ઈમ ઉપમાન અનેક, વિબુધજન તુમ કહે રે લે. ૩ વહાલાજી, સાચે બિરૂદ જે એહતે, મુજને તારીએ રે લે; હાલાજી, –અગ્યને ભાવકે, ચિત્ત નવિચારીએ રે. ૪