________________
૧૦૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય દેહ-ભાગ બીજો ૩૨. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(દરિશન તાહરૂં અતિ ભલું) પાસજિર્ણોદ જુહારિયે, અહનિશ સુર સેવે પાયા રે, નીલ કમલદલ શામળે, ત્રિભુવન જન કેરા રાયા રે. પાસ૧ પુરસાદાની ગુણનીલે, શ્રી અશ્વસેન મલ્હાર રે; વામા ઉર સર હંસલે, રાણ પ્રભાવતી ભરથારો રે. પાસ ૨ વાડી પુરવર પાસજી, ચામુખ નિજ ઘર સોહે રે; નારંગપુર રળિયામણ, પંચાસરો પ્રભુ મન મેહે રે. પાસ. ૩ શેરી, શંખેસર, ખંભાયતે થંભણ પાસે રે; અમદાવાદે શામળે, ચિંતામણિ પૂરે આશે રે. પાસ૦ ૪ વરકા ફલવૃદ્ધિ પુરે, જેસલમેર કર હેડે રે, આબૂ શિખર સહામણે, દિન દિન સુખસંપત્તિ તેડે રે. પાસ ૫ જીરાવલે સેવનગિરે, અલવરગઢ રાવણ રાજે રે; ગેડી પ્રભુ મહિમા ઘણ, જસ નામે સંકટ ભાંજે રે. પાસ. ૬
સ્થાનિક સ્થાનક દીપ, શ્રી ત્રેવીસમે જિનરાજ; ભાવ ભગતિશું પૂજતાં, સીઝે મનવાંછિત કાજ રે. પાસ. ૭ તુમ દરિસણ મેં પામિયે, એક વિનતડી અવધારે રે; ભવસાગર બિહામણ, કરુણ કર ભવ પાર ઉતારો રે. પાસ ૮ ચિન્તામણિ સુરત સમે, જગજીવન જિનચંદે રે; રતનનિધાન સદા નમે, કર જોડી નિત ગુણકદે રે પાસ. ૯