________________
વિભાગ ચોથ : પ્રકીર્ણ સ્તવન
[ ૧૦૩ તુજ દરસન વિન બહુ ભવ લિયે, કુગુરૂ કુદેવે જલીયે રે; ઝાઝા દુઃખમાંહી હાંફળિયે, ગતિ ચારે આફળિયે રે. આજ૦ ૩ કુમતિ કદાગ્રહ હેલે દળિયે, જબ જિનવર સાંભળિયે રે; પ્રભુ દીઠે આણંદ ઉછળિયે, મનમાંહે ઘી ઢળિયે રે. આજ ૪ અવર દેવશું નેહ વિચલિ, જિનજીશું ચિત્ત હળિયે રે, પામી સરસ સુધારસ ફળિયે, કુણ લે જલ ભાંભળિયે રે. આજ ૫ જન મન વાંછિત પૂરણ કલિયે, ચિંતામણિ ઝળહળિયે રે; મેઘ કહે ગુણમણિ માદળિયે, ઘે દોલત દાદલિયે રે. આજ૦ ૬
૩૧. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન આંગી અજબ બની છે જેર, આ દર્શને જઈએ. અજબ અજબ મુજ મનને વલ્લભ, દુર્લભ દુર્લભ જનને; રૂપ નિહાળી અનુભવ ઊઠે, મઠડી લાગે મનને. આંગી૧ શુદ્ધ પવિત્રપણે પૂછજે, કેસર ચંદન ઘેળી; પુપ સુગંધી ચઢાવે પ્રભુને, સહુ મળી સખી ટેળી. આંગી. ૨ પૂછ કર જોડી પ્રભુ આગળ, ભાવના ભાવે ભાવે; સરસ સુકંઠ શ્રી પાર્શ્વજિનેશ્વર, મન ઉત્કંઠે ગાવે. આંગી. ૩ તું અકલંક સ્વરૂપ અરૂપી, ગતરોગી ને નીરાગી, સંસારી જે જે દુઃખ પાવે, તે તુજ નહિ વડભાગી. આંગી૪ સૂરતમાંહી સુરજ મંડણે, ઉપર શ્રી જિનધર્મ, જિન ઉત્તમ શિષ્ય પદ્યવિજયને, શાશ્વતશિવશર્મ. આંગી૦૫