________________
વિભાગ છે : પ્રકીર્ણ સ્તવને
[ ૧૦૧ સાતમદિન સૂરજસુતવાર, જિનજી ઉત્તમગુણ ગણધાર,
બ્રહ્મચારીમાંહી શિરદાર; તેહના વંદુ રે, લળી લળી મનહર પાય,
શિવપદ માંગું રે ફરી ફરી ગેદ બિછાય; પ્રેમે ગાયે રે, પદ્મવિજયે જિનરાય. નેમજી ૧૭
૨૮. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તૃષ્ણ પવન પ્રચંડ, લલના; બહુ વિક૯૫ કલેલ ચઢત હૈ, અરતિ ફેન ઉદંડ. ભવસાયર ભીષણ તારીએ હે, અહો મેરે લલના, પાસજી ત્રિભુવન નાથ!, દિલમેં એ વિનતિ ધારીએ હ.
ભવસાયર૦ ૧ જલત ઉદ્દામ કામ વડવાનલ, પડત શીલગિરિ ગ, લલના; ફિરત વ્યસન બહુ મગર તિમિંગળ,કરત હૈ નિમંગ ઉમંગ.
ભવસાયર૦ ૨ ભમરિયાં હૈ બિચ ભયંકર, ઉલટી ગુલટી વાય, લલના કરત પ્રમાદ પિશાચ સહિત જિહાં, અવિરત વ્યંતરી નાથ.
ભવસાયર૦ ૩ ગરજત અરતિ-કુરતિ રતિ-વિજુરી, હેત બહુત તોફાન, લલના લાગત ચેર કુગુરુ માલધારી, ધરમ જહાન નિદાન.
ભવસાયર૦ ૪ જીરે પારિયે જવું અતિ જેરે, સહસ અઢાર શીલાંગ, લલના; ધરમ જહાજ તિહાં સજ કરી ચલ, જસ કહે શિવપુર ચંગ.
ભવસાયર૦ ૫