________________
૮૬ ].
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જાડ્યપણે એમ ભર્મથી એ, કીધાં કેડી કુકર્મ; તાસ પ્રસંગે જીવ લહે, નિશ્ચય નરક કુશર્મ. જય૦ ૩૩ વધ, બંધન ને છેદ, ભેદ, વેદન બહુ પામી; ભૂખ, તૃષા વળી શીત, તાપ, કરે પરમાધામી. જય૦ ૩૪ કામીને લેહ પૂતળી, આગ્યે ધગધગતી; આલિંગાવે વેલુકા, તાપે તડતડતી. જય૦ ૩૫ ઈમ નરક વેદન સહી એ, આ તિરિય મેઝાર; તહાં અવિવેક પ્રસાદથી, કીધા બહુ અવતાર. જય૦ ૩૬ જલચર, થલચર, બેચરાદિ, પશુ, પંખીમાંહી; કીધાં કેડી ગમે કુકર્મ, હાર્યા ભવ ત્યાંહિ. જય૦ ૩૭ દેવતણી ગતિમાં વળી, લાધ્યાં દુઃખ બહેળાં, કામત રસે પરવશે, ઘણાં કુકર્મ અકેલ્યાં. જય૦ ૩૮ ઈમ ચઉ ગતિ સાયર ફરી એક વાર અનંતાનંત, પુણ્ય નરભવ પામીઓ, આરજ દેશ મહંત. જય૦ ૩ કર્મ ભૂપ અનુકૂળથી, કુળ ઉત્તમ પામ્યો; તવ શુરુના વયણથી, મિથ્યામત વાપે. જય૦ ૪૦ પ્રભુ ! તાહરા સુપ્રસાદથી, એતી ભૂમિ આવે; ન ઘટે નાથ! ઉખવું, તું મુજ મન ભાવ્યો. જય૦ ૪૧ તીરથ બહુ મેં ફરસિયાંએ, તુજ સમ તારક કેય; નવિ દિઠે તેણે કારણે, નેક નજર મોહે જોય. જય૦ કર આરંભી સપરિગ્રહી, વિષયી બહુ નેહી; તેયે હું તુજ ચરણને, સેવક સસનેહી. જય૦ ૪૩ પરની વાત સાંભલી, જે ઉવેખશે આજ; કાજ સરે કિમ માહરા, કિમ રહેશે તુજ લાજ. જય૦ ૪૪