________________
[ ૭૩
વિભાગ ૨ પ્રકીર્ણ સ્તવને ધારી એહ સ્વરૂપ, પૂજા કીજે રે; મારાં ભવ ભવ સંચિત પાપ, પૂરવનાં ખીજે રે. તમે. ૫ અહી જ છે જગસાર, જિનવર વાણી રે; પામી દુર્લભ ગ, ત્યજે કુણ પ્રાણી છે. તમે ૬ જિન આગમ ને જિનબિંબ, પંચમ આરે રે; શ્રદ્ધા જ્ઞાન સહિત, પલકમાં તારે રે. તમે ૭ તે માટે શ્રી જિનરાજ, ક્ષણ ક્ષણ ભજિયે રે; જે વિષય કષાયની ટેવ, અનાદિની ત્યજિયે રે. તમે ૮ ગિરિ સિદ્ધાચલ મંડાણ, જિનપતિ રાજે રે, શ્રી ખિમાવિજય જિન નામ, ચડત દિવાજે રે. તમે ૯
૯ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(મેહ મહીપતિ મહેલમેં બૈઠા) વિયણ સુકોમલ કહે કામિની યું,
અરજ સુણે મેરા નાહ, લલના; શત્રુંજય ગિરિ ભેટણ જાશું, મુજ મન એહ ઉચ્છાહ.
વિમલાચલે મેરે મન વચ્ચે હો
અહો મેરે લલના, વિમલ મતિ દાતાર. ૧ અંબ કદંબ જેબીરી લહકે, મહકે સરસ સુવાસ, લલના; જઈ જૂઈ ચંપક કેતકી, પાડલ મગર વાસ.
વિમલા ૨ વનરાજિ રાજે અતિ મનોહર, વિવિધ કુસુમ સુરંગ, લલના; નાહકે સંગે ખેલત કામિની, દિન દિન ચડતે રંગ.
- વિમલા. ૩