________________
જ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ– ભાગ સરીય સમાણી ટેલ લી, ભરીય ગુલાલ અબીર, લલના તેલ ફૂલેલ લગાવતી ગોરી, છાંટત નિરમલ નીર.
વિમલા. ૪ ઈણિપરે ક્રીડતી કામિની સવિમળી, આવે આદીસર દ્વાર, લલના સુંદર સરસ શૃંગાર બનાવતી, રૂપે રતિ અનુહાર.
વિમલા૫ ભામિની ભાવના ભાવે ભલેરી, વજાવતી ચંગ મૃદંગ, લલના; તા થઈ તા થઈ નાચતી રાચતી, ગાવતી જિનગુણ રંગ.
વિમલા, ૬ તુજ ગુણપંકજ મુજ મન મધુકર, લીને રહેનિત્યમેવ, લલના તું ધાતા ત્રાતા તું પરમેસર, હિતવત્સલ તુંહી દેવ.
વિમલા. ૭ આદિ પુરુષ તે અકલ અપી, શરણાગત આધાર, લલના પ્રભુ મુખ દેખી મુજ મન હરખે, યું કેયલ સહકાર.
વિમલા૮ દીનદયાલ કૃપાલ તું સાહિબ, એક નજરથી નિહાળ, લલના સેવક નિજ ચિત્ત રાખિયે પ્રભુજી! કીજિયે સાર સંભાલ.
વિમલા. ૯ રાત દિવસ સુજ સૂતાં જાગતાં, મનમાં તાહરૂં ધ્યાન, લલના; પ્રભુ પય પંકજ સેવતાં પ્રેમ, લહિયે સુજસ અમાન.
વિમલા ૧૦ તું ગતિ તું મતિ જીવન મેરા, સાહિબ તે સુલતાન, લલના; જસવિજય બુધ સેવક જિનને, દીજિયે કેરિ કલ્યાણ,
વિમલા, ૧૧.