________________
૭ર ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
ભૂખ અનંતી તે સહે રે, તેમ અનંતી પ્યાસ; વ્યાધિ વ્યથા દુઃખ આપદા રે, સહે તે દીન નિરાશ.
હો સ્વામી! ૭ લાખ ચોરાશી જાણીએ રે, સાતે નરક નિવાસ; લેશ થકી એ ભાખિયું રે, સુણી જિન આગમ ભાષ.
હો સ્વામી! ૮ વંશ ઈખાગ સોહામણું રે, નાભિ નરિંદ મલ્હાર શેત્રુ જાગિરિ રાજિયે રે, સેવક જન આધાર.
હો સ્વામી! ૯
.
.
- આ વામી ૯
કલશ
શ્રી આદિ જિનવર, સયલ સુખકર, નિરય દુઃખ નિવારિયે, સમકિત દીજે, મા કીજે, ભવ મહોદધિ તારિયે; પ્રભુ જગત ભાસન, દુરિત નાશન, શ્રી ગુણસાગર ગાઈએ, ઈન્દ્રલેક સુખ, પરલેક શિવપદ, સ્વામી સ્મરણે પાઈએ. ૮. શ્રી સિદ્ધાચલમંડન શ્રી આદિનાથ જિન સ્તવન તમે ચાલે સજજન આજ, જિન ઘર જઇયે રે નીરખીને પ્રભુ દેદાર, પાવન થઈએ રે. તમે૧ માતા મરૂદેવીને નંદ, નાભિકુલ ચંદે રે, આગમની રીતે એહ, ભવિક જન વદે છે. તમે ૨ દ્રવ્યથી વિધિ સંગ, આશાતના ટાળે રે, ભાવે કરી એકણ ચિત્ત, સાધ્ય નિહાળે છે. તમે ૩ અનુભવ-રસ ભંડાર, ભવથી અળગે રે અનુપમ આતમ ભાવ, એહને વળગે રે. તમે ૪