________________
વિભાગ ચોથે કે પ્રકીર્ણ સ્તવને
[ ૭૧ કો નહિ તસ રક્ષણ કરે, દુઃખી દીન અવતાર શરણ ગ્રહ્યું હવે તાહરૂં, કીજે સેવક સાર. તારો. ૬ પરમાધામ સુર કહે, અમને ન દે દેષ; આપ કમાઈ ભગવે, કીજે રાગ ન રોષ. તારો. ૭
ઢાળ થી (વિમલજિન દીઠા લેયણ આજ), એક જીભે શું વરણવું રે, દુખ અનંત અગાહ; જેમ તેમ તે દિન નિગમ્યા રે, તે જાણે જગનાહ! હે સ્વામી! પૂરો માહરી આશ, ન લહું નરક નિવાસ. હ૦ ૧ પાપી પાપ માને નહિ રે, રાતે ગલગલ ખાય વદન ભરી તસ કીડીઓ રે, હોઠ સીવે ગલે સાય.
હે સ્વામી! ૨ કાન વિશે જે માનવી રે, તેહને કાન કથીર; નયન ચપળતા જે ધરે રે, તેહમાં તાતે નીર,
હો સ્વામી ! ૩ જીભા લંપટ જે હુએ રે, અંડે તેહની જીહ; નાસા રસ રસિયા તણું રે, છેદે નાક અબીહ.
સ્વામી ! ૪ તપ જપ સંજમ નવિ ધરે રે, પિષે બહુવિધ દેહ, કંટક સેજ બિછાવીને રે, પિઢાડે તિહાં તેહ.
હે સ્વામી ! ૫ આપસમાં લડે નારકી રે, હાથ થી હથિયાર ખંડ ખંડ થઈ તે પડે રે, પામે કષ્ટ અપાર.
હો સ્વામી! ૬