________________
વિભાગ પડેલા-ચાવીશી ગ્રહ
૫
પૂરવ પુણ્ય લહી અવતરીયા, ચૌદ સુપન કરી જાયા છે. ચોસઠ ઇંદ્ર મિલી બહુ ભગતે, મૈરૂ શિખર નવરાયા છે. સેવા૦ ૨ અનુક્રમે પૂરવ પુણ્ય વશે વરી, રાજ લીલા વરનારી એ: ભાગ ભાગવી વરદાને વરસી, વ્રત લીલા અવધારી એ. સેવા૦ ૩ તપ કરી ઘનઘાતિ મલ ટાળી, ઉજ્જવલ કેવલ પાયા એ; સમવસરણે બેઠા પ્રભુ શેાલે, ચાવીશે જિનરાયા છે. સેવા ૪ ચેાત્રીશ અતિશય જે પ્રભુ રાજે, પાંત્રીશ વચન વિરાજે છે; મધુર ધ્વનિ પ્રભુ દેશના ગાજે, પ્રભુતા અધિકી છાજે એ. સેવા પૂજે પ્રણમે જે પ્રભુ સમરે, ધ્યાવે ધ્યાવે જીગતે એ; દુઃખ દોહગ તસ દૂર પણાસે, જો સેવે જિન ભગતે એ; સેવા દ ઇણિ પરે ચાવીશે જિન ગાયા, ભાવ ભગતિ પરસંગે એ; સત્તર પચાશે રહી ચામાસે, માંગલેાર મનર`ગે છે. સેવા॰ છ તપગચ્છ સિંધુ સુધાકર સરીસા, શ્રી વિજયપ્રભસૂરિંદા એ; તસપટ્ટે ગયણ પ્રભાકર ઉદયા, શ્રી વિજયરત્નમુણુિઠ્ઠા એ. સેવા૦ ૮ તે તણે રાજે પંડિતવર, શાંતિવિમલ ગુરૂરાયા છે; તસ બાંધવ બુધ કનકવિમલ ગુરૂ, સુરગુરૂ બુદ્ધિ સવાયા છે. સેવા॰ ફ્ તાસ ચરણુ પોંકજ સુપસાયે, કેસર વિમલ ગુણ ગાયે એ; ભણે ગુણે જે જિનવરના ગુણ, જનમ સફલ તસ થાયે એ. સેવે॰૧૦
~: કુશ :
ઇમ વિશ્વનાયક મુતિદાયક, શ્રુણ્યા ચાવીશ જિનવરા; જિત રૂપ રતિવર સયલ યતિવર, શ્રી વિજયરત્ન સૂરીશ્વરા, તસ તણે. રાજે કષિ વિરાજે, શાંતિ વિમલ બુધ સિંધુરા; તસ સીસ કેસર વિમલ કહે જિના, સર્વ સંઘ મંગલ કરા.
૧