________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ,
મહવશે તુમ છેડી જે જન, અવર સુદેવ કરી જાણેરે, સજલ સરોવર છેડી તે મન, મૃગજવશું સુખ માણેરે. સુણ ૩ દર્શનભેદે તું બહુરૂપી. પરમારથ એક રૂપરે, સ્ફટિક મણિ ક્યું વરણ ઉપાધે, આભાસે બહુરૂપરે. સુણ૦ ૪ ભવ દુઃખ ભંજન તું જગરંજન, તુંહી નિરંજન દેવરે; કહે કેસર પ્રભુ પાસ જિનેસર, દીજે તુમ પદ સેવરે. સુણ૦ ૫
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન. (સાંભળજે મુનિ સંજમ રાગે, ઉપશમ એણે ચડીયાર—એ દેશી) વીર જિનેસર સુણ મુજ સ્વામી, વિનવીયે શિરનામી રે, તું પ્રભુ પરણ મન હિત કામી, તું મુજ અંતરજામી રે. વીર. ૧ એકજ તું શિર સાહિબ કીજે, તુમ સમ કેણ કહી જે રે; ભગતિ કરતાં જે તે રીઝે, તે મન વાંછિત સીઝે રે. વીર. ૨ તુજ હિતથી સુખ સંપદ આવે, દાલિદ્દ દૂર ગમાવે રે, જગબંધવ જિન તુંહી કહાવે, સુરનર તુજ ગુણ ગાવે. વીર. ૩ તું પ્રભુ પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પારે; ગિરૂઆ સેવા ફલ નવિ જાવે, સેવીજે ઈણ ભાવે રે. વીર. ૪ ત્રિશલાનંદન વીર જિનેશ્વર, વિનતડી અવધારી રે; કેસર જપ દરીસણ દીજે, દુરગતિ દૂર નિવારી રે. વર૦ ૫
શ્રી વીશ જિન સ્તવન. (આજ મારે આંગણે કાંઇ, જાણું સુરત ફલીઓ—એ દશી )
(રાગ ધનાશ્રી) સેને રે ભવિ સેને, ચોવીશે જિનરાયા છે, ભવભયવારક શિવસુખદાયક, ત્રિભુવનમાંહી સુહાયા છે. સે૦