________________
વિભાગ પહેલોવીશી સંગ્રહ.
(૪) શ્રી અભિનંદન જિન સતવન.
(સુણ જિનવર શેત્રુંજા ધણી છે –એ દેશી. નિરમલ નાણુ ગુણે કરીજી, તું જાણે જગભાવ; જગ હિતકારી તું જયોજી, ભવજલ તારણ નાવ; જિનેર સુણ અભિનંદજિસંદ, તુજ દરિસણ સુખકંદ. જિસુ. ૧ તુજ દરીસણ મુજ વાલહુંજી, જિમ કુમુદિની મન ચંદ; જિમ મેરા મન મેહેલેજી, ભમરા મન અરવિંદ જિ. સુ૨ તુજ વિણ કુણ છે જગતમાંજી, જ્ઞાની મહા ગુણજાણુ તુજ ધ્યાયક મુજ મહેરથીજી, હિત કરી દ્યો બહુમાન. જિ. સુ૩ તુજ હેતથી મુજ સાહિબાજી, સીઝે વાંછિત કાજ; તિણ હેતે તુજ સેવીયેજી, મહેર કરો મહારાજ, જિ. સુ. ૪ સિદ્ધારથા ઉર હંસલોજી, સંવર નૃપ કુલ ભાણ; કેસર કહે તુજ હેતથીજી, દિન દિન કેડી કલ્યાણ. જિ. સુ૫
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન.
(શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબા રે–એ દેશી.) સુમતિ જિનેસર સાહિબારે, તું મન વસીયો આય; મનના માન્યા. જિમ ચાતક મન મેહલો રે, કમલિની મન રવિરાય. મન મન મોહ્યું રેજિમુંદ મન મોહ્યું, મનમેહન તું મહીમાંહિ. મન. ૧ જિમ મન ઉદ્ભસે માહરૂં રે, તેમ ઉડ્યુસે તુજ હેજ; મન તે વાંછિત સઘલ ફલેરે, જાણજે તુમ તેજ. મન-૨ મુજ મન મંદિર તું વસે છે, જાણે જગત સ્વભાવ; મન કિય કહાવે મે ભણું, મુજ હૈડાના ભાવ, મન૦ ૩