________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
હિતકર સુમતિ નિણંદજી રે, કીજે સવિ સુખ સંગ; મન સેવન વાન સદા જોરે, કેસર અરચિત અંગ. મન ૪
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
(પુખલવઈ વિજયે જયારે—એ દેશી.) પદ્મપ્રભ જિન ભેટીયેરે, સાચે શ્રી જિનરાય, દુઃખ દેહગ દરે ટરે, સીઝે વાંછિત કાજ; ભવિકજન! પૂજે શ્રી જિનરાય, આણ મન અતિઠાય. ભવિ૦ ૧ શિવ રામા વશ તાહરે રે, રાતે તેણે તુમ અંગ; કમલ રહે નિજ પગ તલે રે, તે પણ તિણહીજ રંગ. ભવિ૦ ૨ રંગે રાતા જે અછે રે, વિચે રહ્યા થિર થાય; તું રાતે પણ સાહિબા રે, જઈ બેઠે સિદ્ધિમાંય. ભવિ. ૩ અધિકાઈ એ તુમ તણું રે, દીઠી મેં જિનરાજ; ઠકુરાઈ ત્રણ જગતણી રે, સેવ કરે સુરરાજ. ભવિ. ૪ દેવાધિદેવ એ તારું રે, નામ અછે જગદીશ; ઉદારપણું પણ અતિ ઘણું રે, રંક કરે ક્ષણ ઇશ. ભવિ. ૫ એકવી કરણું તુમ તણું રે, દેખી સેવું તુજ; કેસર વિમલ કહે સાહિબા રે, વાંછિત પૂર મુજ. ભવિ. ૬
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન.
(સંભવ જિનવર વિનતિ–એ દશી ) સાંભળ સ્વામી સુપાસ, તુંહીજ જગત આધારે રે, અવર ન કોઈ તુજ સમે, મહિમાવંત ઉદારે રે. સાં૧ ઇણ જગે સમરથ તું અકે, પૂરણ મનની આશ રે, તુજ ચરણે મુજ મન રમે, દિન દિન અધિક ઉલ્લાસે રે. સાં. ૨