________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ, (૨) શ્રી અજિતનાથ જિન સ્તવન
(અનુમતિ દીધી રે માયે રાયતાં—એ દેશી.) મુજ અજિત જિનેસર મન વયે,જિમ કમલિની મન રવિરાય; હાજી મુખ દીઠે મન ઉલ્લસે, જાયે પાતિક દૂર પલાય,
મુજ વ્હાલોજી અજિત જિનેસરૂ. ૧ હાંજી મોહન મહીયલે દીપતો, પ્રભુ નાણુ અનંત પ્રકાશ હાંજી મેહ તિમિરભર ભંજણો, કરે ભવિયણ કમલ વિકાસ મુ. ૨ હજી અનુપમ અતિશય આગલે, પ્રભુ મહિમાવંત મહેત; હાંજી ગુણ ગાવે સુર જેહ તણું, પ્રણમી પૂજી ભગવંત.મુ૩ હાંજી ભવિજન મન સુખ કારણે, તું ઉદય જિન જગભાણ; હજી તુજ દરીસણથી સંપજે, મનવંછિત ફળ મહીરાણ મુ. ૪ હાંજી વિજયાનંદન વાલ, જિતશત્રુ નૃપ સુખકંદ; હાંજી કેસર કહે જિનરાજજી, દ્યો દરીસણ મુજ સુખકંદમુ. ૫
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન.
(ઋષમ જિર્ણોદા ઋષભ નિણંદ–એ દેશી ) સે સંભવ જિન સુખકારી, એહીજ સાહિબ જગ જ્યકારી; મૂરતિ જેહની મોહનગારી, દેખત દુરગતિ દર નીવારી. સે. ૧ નિત આરહે જે નરનારી, સાચી ભક્તિ હૈયે અવધારી; તસ ઘર લચ્છી ત્રિભુઅન કેરી, નિશદિન નિવસે આવી ઘણેરી. સે. ૨ સેના માતા તાત જિતારિ, હય લંછન સોહે મને હારી; નિરમલ કેવલ કમલા ધારી, શિવ રમણી દીયે ભવજળ તારી. સ. ૩ સુણ સાહિબ મનમાં અવધારી, મહેર કરે મુજ હેત વધારી; કહે કેસર તુમ શું એક્તારી, દિન દિન દેજે સેવા સારી. સે. ૪