________________
બો નિ
સ્તવનાદિ કાવ્ય
.
જુહારમિત્રની સાથે ચાલ્ય, તવ ઠેલ્યાં સવિ કર્મ, મુગતિ ઠામે નિરભય થઈ બેઠે, પામે અવિચલ શર્મ ૨ સાચો એ અધિકાર સુણીએ, જીવ! હેયાશું જાગે; જુહારમિત્ર પ્રેમ ધરીને, તેહને વચને લાગે. ૩ વડ તપાગચ્છ ગિરૂઆ ગણધર, શ્રી દેવરત્નસૂરિ; શ્રી જયરત્નસૂરિ તસ પાટે, વંદુ આણંદ ભૂરિ. ૪ સાધુશિરોમણિ ભાનુમેર ગણી, પંડિત સકળ પ્રધાન વડતપગચ્છમંડન વેરાગી, હુઆ સુગુણનિધાન. પ તસ શિષ્ય નયસુંદર વાચક, શિખ દીયે અતિ સારી; સાંભળે જે વાતે હિતકારી, તે સહી તુચ્છસંસારી. ૬ જુહારમિત્રશું રંગે મળશે, તે તરશે સંસાર; ધર્મપ્રભાવે સદા ફલ સુંદર, નિત નિત જયજયકાર.
(૩૯) આત્મશિક્ષા રૂપ નાણાવટીની સજઝાય. (હે સુખકારી આ સંસાકી જે મુજને ઉદરે—એ દેશી.) હે નાણાવટી, નાણું નિરભય ખરું પરખાવી લેજે, તને ધૂતી જશે, પારસરનું નિરમળ નજરે જોજે; આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તો છેટા રૂપીઆ લાવે છે,
સહુ સંસારને મન ભાવે છે. હે નાણાવટી 1 ચૌટે બેસી લેજે નાણું, ખરું ખોટું પરખી સવિ જાણું,
તારે આ અવસર રળવા ટાણું હે નાણાવટી ૨ હાટે બેસી વેપાર કરજે, કેથળીમાં નાણું ખરું ભરજે;
કપટીની સંગત પરિહરજે. હો નgવટી ૩