________________
વિભાગ ચોથો-શ્રી સંજય સંગ્રહ
૩૮૫
: ઢાળ સાતમી : (આતમ ભક્તિ મલ્યા કેઈ દેવા–એ દેશી.) હવે એ અંતરંગ સંભાલી, પ્રાણ પ્રી છો વાત. - પહેલું ચૌદરાજ તે ચિહું દિશિ, નગર વડું વિખ્યાત. ૧ કમપ્રકૃતિ રાજા તે માટે, જેહની ત્રિભુવન આણે; મહેતે તે આતમાં કહીએ, જઈ પર જાણું. ૨ આતમ મહેતાને માનીતે, નિત્યમિત્ર તે દેહ ક્ષણ અલગે ન શકે રહી તેહથી, આ અતુલ સનેહ. ૩. પુત્રકલત્રાદિક પ્રાણિને, કહીયે મિત્ર તે પર્વ, પાપ કરી અરજી જે લક્ષ્મી, તેહને સેપી સર્વ. ૪. જુહારમિત્ર તે ધર્મજ કહીયે, તેહશું જીવ ન રાચે, મુખને મેળે કદાચિત મળતો, પણ ન મળે મન સાચે. ૫ એણુપેરે કાળ કેટલો જાતે, કર્મઉદય તસ આવે; આયુકર્મ તુટે તવ પ્રાણી, એહવું મન સંભાળે. ૬ એ કાયા મેં લાલી પાલી, ઘણી પરે સંભાલી; અવસર આવે કામ ન આવે, પ્રીતિ કરી વિસરાલી. ૭ વેદની કર્મ ઉદય જબ આવ્યું, દુ:ખથી મુજ નવિ રાખે; પુત્રકલત્રાદિક મનવલ્લભ, પર્વમિત્ર જે ભાખે. ૮ કર્મઉદય આવે તેવું પણ, રાખી ન શકે કઈ; નમિ મહારાય અનાથિની પરે, હૈયે વિમાસે ઈ. ૯
: ઢાળ આઠમી : " (પ્રભુ તુજ શાસન અતિ ભલું–એ દેશી.) એ કઈ જબ કામ ન આવ્યા, તવ તે ધર્મ સંભારે; જુહારમિત્ર આવી ઈશુ અવસરે, સઘળી પીડ નિવારે.