________________
૩૮૪
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
મહેતે કહે એવડું મમ કહેશો, તેહને પ્રેમે પાયે તેહને મિત્ર હવે શું કીજે, ભલે મિત્ર તું પા. ૧૧ જે તમે કહેશે તે પરે કરશું. બલિહારી તુજ નામે; એહ રાજા જિહાં પડી ન શકે, મુજ મેહલ એણે ઠામે ૧૨
: ઢાળ છઠ્ઠી. : (આજ ગઈ મને કરી શકા–એ દેશી) તેણે થાનકે જાતાં એ નૃપનાં, જાણ બહુ દેખા દેશે, જે મુજથી ક્ષણ અલગ થાશે, તે તે લૂંટી લેશે. ૧. માહરે બંધ ચડે તેણે કાંઈ, તુજ સાથે નહિ ચાલે, સાવજ સિંહતણે શિર બેઠાં, કિમ જંબૂક મુખ ઝાલે. ૨ એકમને હું છું તુજ ઉપરે, તેહ માનજે સાચું તુમથી ક્ષણ અલગ નહિ રહીયે, કિમ મન કીજે કાચું. ૩. મહેતાનું મન નિશ્ચલ જાણી, જુહારમિત્રે પ્રેમ આણ મહેતાને નિજ ખંધ ચડાવ્યો, મિત્ર એહવા કર પ્રાણ. ૪ જુહાર મિત્ર જે આજ્ઞા કીધી, તે સવિ મહેતે કીધી; આતમરાજેતણું તેણે પદવી, દિન થોડામાં લીધી; ૫ તેણે રાજાએ કાંઇ ન કરીયું, નવિ મહેતાશું ચાલે, એહવા ઉત્તમ સ્થાને મેલ્યો, મહેતે મનશું હાલે ૬ મહેતાની સવિ ચિંતા ભાગી, પાયે અવિચલ ઠામ; જુઓ જુહારમિત્રની કરણી, કયું મહેતાનું કામ. ૭ : જુહારમિત્ર પ્રસાદે મહેતાના, દૂર કન્યા નૃપફંદ, સવિ સંતાપ નિવર્યા સાથે પાપે પરમાનંદ ૮ દેહિલી વેળા અરથે આયે, તે મિત્રની બલિહારી; એહવાણું મિત્રાઈ કીજે, અવિચલ ગુણ સંભારી. ૯