________________
વિભાગ
શ્રી જઝાય સંગ્રહ
પરપ્રાણિની પીડ ન જાણુ દયા લગાર ન આણી; જિમ તિમ પરની કીધી હાણ, લખમી લીધી તણી. ૧૨
: ઢાળ પાંચમી : (સુરતરૂકેરી શાખા ગુડી—એ દેશી ) ઈમ અન્યાય કરી પરેપરે, મેં મેળ્યું ધન જેહ; નિત્યમિત્ર ને પર્વમિત્રને, અરઘે આપ્યું તેહ. ૧ પણ પ્રસ્તાવ પડયે એ મિત્તા, નવિ નીમડયા લગાર; માહરૂં કીધું કાંઇ ન જાણ્યું, કિશી ન કીધી સાર. ૨ તાહરૂં એકવાર મેં અળવે, કાંઈ ન કીધું કાજ તે તુજ આગળ શું દુ:ખ દાખું, આવે એ મુજ લાજ, ૩ વળતું જુહારમિત્ર હવે બે, લાજ ન કીજે ભાઈ, સાવધાન થાજે હવ સુંદર, જે જે મારી સગાઈ. ૪ પ્રેમ ધરીને સાથ ન મળજે, તેહનું કહ્યું મત કરજે; તે લંપટ જાણી ઓસરજે, રાજાથી મત કરજે. ૫ હવે મુજ સાથે મલી મનશુદ્ધ, કહીયું કરજે મારું મુજશું કપટ કદી નવિ મંડે, તે તાહરૂં દુઃખ વારૂં. ૬ પ્રેમ ભલે તિહાં કપટ ન કીજે, મન દઈને મલી; વળી દુરજનનાં વચનને સાંભળી, અળગાં કિમે ન ટલીયે. ૭. રાજાનું જિહાં નવિ ચાલે, તિહાં તુજને લઈ મેલું; આવી બેસ બંધવ મુજ અંધ, તાહરી ચિંતા દેવું. ૮ જે પણ માહરે ખંધ ચડીને, વલી જોઈશ એ સામું રાજા તુજ તતકાલ ધરીને, ફેરી માગશે ના ૯ તેહ ભણી સાવધાન સહી થાજે, બંધવ અહું શું કહીયે? સંધિ નર સાથે મિલતાં, “મારગ કિમ જઈએ...