________________
GO
-
-
વિભાગ -શ્રી સજઝાય સંગ્રહ
(૩૬). (સાંભળજો મુનિ સંથમાગે–એ દેશી.) તે ગિરૂઆ ભાઈને ગિરૂઆ જે વિષય ન સેવે વિરૂઆ રે, નાગ નચિંત વસે પાતાલે, સૂણે મધુર સૂર મીઠો રે; તે જાઈ કરંડકમાં પેઠે, વાટ વહંતે દીઠે રે. તે ૧ દીપક દેખી પતંગીઓ કાંઈ, લોચન લેભે છલીયે રે, રૂપ નિહાળણુ કારણે કાંઈ, દીપક દેખી બળીયે રે. તે ૨ ભમર ભમંતે જે વેલડીયાં કાંઈ, વિણ સ્વારથ વિગુતે રે, નાસિકા ઇંદ્રિયને કારણએ તો, કેતકી કાને પૂતે રે. તે ૩ પાણીમાંહિ પલેવણું કાંઈ, માછલડી નવિ દીઠે રે, ગલીય ગલંતા જીભલડી કાંઈ, એહવે રસ લાગે મીઠે છે. તે વિંધ્યાચલ પર્વતને રાજા કાંઈ, મયગલ નામે મેટે રે; ફરસ ઈન્દ્રિયને કારણે કાંઈ, તે પામે બહુ તટે છે. તે પ એક એક ઈન્દ્રિયને કારણ કાઈ, જીવ કેતાં દુઃખ પાવે રે, પંચેન્દ્રિય પરવશ છે જેહ, તેહ ભણે કે ગતિ જાવે રે તે૬ પંચેન્દ્રી સાંભળજે કાંઈ, વિષય મસે ભેળા પ્રાણી રે; મુનિ લાવણ્ય સમય ઈમ બેલે, સાંભળજે મન આણી છે. તે ૭
(૩૭) હિત શિખામણની સક્ઝાય.
(સાંભળજે મુનિ યમરાગે–એ દેશી.) ગર્ભાવાસમાં એમ ચિંતવતે, ધર્મ કરીશ હું ધાઈ રે, ઉધે મસ્તક મલ મૂતરમાં, ગમતું નથી મુજ ભાઈ રે. ૧ જે રે જીવડા તું રે વિચારી, આયુ ખૂટે દિનરાત રે, પંથિમેળાસમ સર્વ સંબંધી, નિજ નિજ મારગ જાત રે. જે ૨