________________
વિભાગ ચોથો-શ્રી સજઝાય સંગ્રહ
અતિલોભે લખમીપતિ રે, સાગર નામે શેઠ, પૂર પાનિધિમાં પડ્યો રે, જઈ બેઠા તસ હેઠ. ભ૦ ૨ સેવન મૃગના લેભથી રે, દશરથયુત શ્રી રામ, સીતા નારી ગુમાવીને રે, ભમીયે ઠામ ઠામ. ભ૦ ૩ દશમાં ગુણઠાણ લગે રે, મોહતણું છે જેર; શિવપુર જાતાં જીવને રે, એહજ માટે ચર. ભ૦ ૪ નવવિધ પરિગ્રહ લોભથી રે, દુરગતિ પામે છેવ; પરવશ પડીયે બાપડે રે, અહોનિશ પાડે રીવ. ભ૦ ૫ પરિગ્રહના પરિહારથી રે, લહીયે સુખ શ્રીકાર; દેવ દાનવન ૨૫તિ થઈ રે, જઈએ મુગતિ મઝાર. ભ૦ ૬ ભાવસાગર પંડિત ભણે રે, વરસાગર બુધ શિશ; લેભતણે ત્યાગે કરી રે, પહોંચે સયલ જગીશ. ભ૦ ૭
નિદ્રાની સઝાય.
(પરમાતમ પૂરણ કલા–એ દેશી ) નિંદરડી વેરણ હુઈ રહી, ઈણ હુંતી હો બગડે ધર્મ વાત કે ચોર ફિરે ચિહું પાખતી, કિમ સેવે છે તે દિન ને રાત કે. નિં. ૧ વીર કહે સુણ ગાયમા, મત કરજે હો એક સમય પ્રમાદ કે, જરા આવે જોબન ગલે, તે સૂતાં હો કહો કવણ સવાદ કે. નિં. ૨ ચૌદ પૂરવધર મુનિવરૂ, નિંદ કરતા હો જાય નરકનિદ કે; કાળ અનંતો તિહાં રૂલે, કિમ હો હો તિહાં ધરમ વિનોદ કે. નિં. ૩
૧ લૌકિક માન્યતા પ્રમાણે આ સમજવું. ૨૪