________________
વિભાગ
-શ્રી સજઝાય સંગ્રહ:
હાલ:
ઢાલ: મહાવીર પધાર્યા, જાણ કર્યું વનપાળ.
અંતેઉર સુતશું, જઈ વદે ભૂપાળ; અમૃત સમ વાણું, જિનવર દીયે ઉપદેશ,
સહુ સમજે, ભાષા, બાલ ગોપાલ અશેષ. ઉથલે શેષણ પરે મેઘ ડેલે. ધર્મ કથા સુણુ ભીને,
ચઉગતિનાં દુઃખ શ્રવણ સુણીને, ભવસાયરથી બને; માયતાય મનાવી કુમારે, લીધી જિન કને દીક્ષા, હાથ જોડીને ઉત્તમ કુમર, માગે દ્વિવિધ તે શિક્ષા. ૧૨
તવ સ્થિવિર યતિને, શિક્ષા કાજે ભળાવ્યો, પહોતી જબ પિરશી, છેડે સંથારો આવ્યો; જાતાં ને વળતાં, સાધુ લગાવે પાય,
મન ચિંતે મેઘ મુનિ, આ દુ:ખ કેમ સહેવાય. ઉથલ: સહવાય કેમ એ વાતજ કૂડી, રૂઠી ઘરની સિજજા,
રાગ રંગ રામા રસ ભજન, લેગ ભલા બહુ હેજા; જે મુનિ મુજને આદર કરતા, તે મુનિથી દુ:ખ પાઉં,
કિમે કરી જે સૂરજ ઉગે, જિન પૂછી ઘર જાઉં. ૧૪ હાલ: ચિતાએ એણે પેરે, દેહલી વિહાણી રાત,
ઉઠયે ઉજમભર, કરી કિરિયા પરભાત, સહ પહેલે પહોંચું, ચડવડી ચાલે પંથે,
મન ચંચલ કપિપરે, ચાલ્યો જઈ ઉત્પથે. ૧૫ ઉથલે: પંથ ઉત્પથ કાંઈ ન જાણ્ય, જાણે હું સુકમાલ,
કિરિયાતપ પરિષહ દેહિલા, કિમ સહીયે ચિરકાળ; વલી વિમાસે મુજ કુલ ઉત્તમ, જસ કીરતિ જસ વાસે, જાઉં છું પણ એણે મુખડે, જિનને કેમ કહેવાશે. ૧૬