________________
૬૪. મા ભિન્ન સ્તવના કાવ્ય સહહાલ: ઉપને તે દેહલે, ત્રીજે માસે દેહ,
ચિંતાતુર દીઠી, રાયે પૂછયું તે; તવ બાલે રાણી, આણું પ્રેમ અપાર,.. . . .
અંકાળે મેઘમાં, ઝીલા ભરતાર. ૫ ઉથલ ભરતા રે વળતું ઈમ ભાખ્યું, તુજ ઈચ્છા પૂરાવું,
દેહલે પૂરણ દુક્કર તેહિ, અભયકુમાર જણાવું; તેડ્યો મંત્રીશ્વર બહુ પ્રેમે, ચાર બુદ્ધિ, જસ પ્રગટે,
રાણીને ઈચ્છા મેહ ઝીલણની, એ દેહ વિકટ. ૬ હાલ: મંત્રીસર સમર્યો, સુરવર તપ બળે જામ,
તે આવ્યો તતક્ષણ, કહે મંત્રીસર કામ તમે ઘન વરસાવો, મારી ઈચ્છા કાજ,
તેહ વેલા વાદલ, વિજલી ગાજ અગાજ. ઉથલે ગાજી મેઘ વૃષ્ટિ બહુ કીધી, વહી નદી સર ભરીયાં,
દેહ પૂરણ રાણી ઝીલીયાં, અંતેઉર પરવરીયાં પૂરણ માસે જન્મ હું સુત, રૂપે સુરવર સરીખે,
નામ દીયે તવ મેઘકુમર વર, સ્વજન વરગ સહુ હરખે. ૮ હાલ: લાલે પાળે સહુ, ચંદ્રકળા પરે વધે,
યૌવન પરવરીય, કળા બહેતર તે સાધે; પરણાવ્યો કુમારી, અમરી સરખી આઠ,
ધન કેડી આઠ આઠ, આપી સસરા આઠ. ૯ ઉથલો: આઠ આઠ વાનાં તસ આવ્યાં, તે સિદ્ધાંતે જાણ્યાં,
વસ્ત્રાભરણ શયન મેડી ઘર, વિલસે ધનદ સમાણુ - શત્રિ દિવસ ને તડકે છાંયે, વિગત ન જાણે કહીયે,
પળે પણ કહીયે નવિ હીંડે, નવિ ચિંતા કરી હતી, ૧૦