________________
વિભાગ
-શ્રી સજઝાય સંગ્રહ.
નંદિષેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વીરલા ઈણે કાળ સા. ૯ વ્રત અલંક રાખવા ખપ કરે છે, તે ઈશું કે સંસાર; કહે જિનરાજ કહે તું એકલો રે, પરઘરગમન નિવાર. સા.૧૦
( ૧૧ ) શ્રી મેઘ કુમારની સજઝાય.
(પાટલીપુર નગરે—એ દેશી. ) સદ્દગુરૂ પાય પ્રણમી. માગું હું મતિ ચંગી, મુજ ગાવા ઉલટ, મેઘકુમર મન રંગી; રાજગૃહી નયરી, મગધ દેશ અભંગી,
તિહાં રાજા શ્રેણિક, ક્ષાયિક સમકિત સંગી. ઉથલેઃ સંગતિ જેહને જિનવર કેરી, રાયાંરાય બિરાજે,
લાખ અગ્યાર ગામના અધિપતિ, બહુ વીર અભટશું ગાજે, મંત્રી જેહને અભય સરીખ, બહુલી છે તસ પટરાણી,
તેહમાંહી સુખકારિણી દેવી, ધારિણી નામ વખાણી. ૨ ઢાલઃ રાય રાણી વિલસે સુખ સંસારનાં પૂરાં
કોઈ પુણ્યવંત પ્રાણી, અવતર્યો પુણ્ય અંકુરા;
સુપને ગજ દીઠે, મન આનદ બહુમાન, આ તસ પ્રગટીયે દેહલો, પહાલ પુછવી સમાન, ૩ ઉથલેઃ અહી પહોંચાડે કઈ મુજને, જિમ શરીરે સુખ થાય
વરસે મેઘ વિજલી ઝબૂકે, સરોવર નદી પૂરાય; ચાતક બોલે મોર કિંગારે, કામિની મન થાય ઢીલું. કવેસ્ત પટેલી કંચુકી ભીની સહીયર સાથે ઝીલું. ૪