________________
વિભાગ ૨ - શ્રી સજઝાય સંગ્રહ.
કેટે શુદ્ધ મરથ સુભટ બેસારશું, પરિષહ કેરી ફેજ આવંતી વારશું; શુદ્ધ રૂપ નિજ કોઠામાં સમારશું, સમ તા ભાવે જ્ઞાન છે લા ઝણણી વશું." રાગ દ્વેષ દેય ચાર જોરાવર છૂટશે, પુન્ય ખજાને માલ અમુલખ લૂંટશે; કાંત્યુ પજયું કપાસ તે સરવે થાશે, હુંશ કરી મનમોહે કે હું તે મારશે. પહેરી ઉત્સાહ સન્નાહ પરાક્રમ ધનુ ગ્રહી, -ધીરતા પણછ વૈરાગ્ય બાણ પંખજ લહી, સામી પહેલી દઈ દેટ હણમ્યું તે વહી, વીર જનની તુજ નામ કહાવીશ તે સહી. ઈણિપણે વચન અનેક માતા ભાખી રહી, પણ સુત મનમાં વાત કે રૂચે નહિ; કુમારે દીક્ષા લીધ જનની અનુમતિ લહી, પુરૂષ વચન ગજદંત પાછા ન વળે કહી. શ્રી નેમીસર પાસે યથાવિધ ઉચ્ચરે, પંચ મહાવ્રત સર્વ પરિગ્રહ પરિહરે, માગી જિનની અનુમતિ ધીરપણું ધરે, એકાકી સમશાન જઈ કાઉસગ્ન કરે. સામીલ સસરે શીષ ઉપર સગડી ધરી, ધ્યાનમાં મન મુનિરાજ રહ્યો સમતા વરી; ક્ષપકશ્રેણિ ચઢી તામ કેવલ કમલા લહી, કર્મ ખપાવી સર્વ તે શિવરમણ વરી.