________________
૨૪
શ્રી જિનેન્દ્ર સ્તવના કામ પર
વિભાગ ત્રીજો : શ્રી ચૈત્યવંદન-રસ્તુતિસંગ્રહ.
ચ ત્ય વ ને.
શ્રી ઋષભદેવ જિન ચૈત્યવંદન. કલ્પવૃક્ષની છાંહડી, નાનડીયે રમતે; સેવન હિંડોળે હિંચકે, માતાને ગમતે. સૌ દેવી બાલક થઈ, ઋષભજીને તેડે, હલા લાગે છે કહી, હૈડા શું ભીડે. જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન; ઈન્ડે ઘા માંડવ, વિવાહને મંડાણ ચોરી બાંધી ચિહું દીસે, સુરગારી ગીત ગાવે, સુનંદા સુમંગળા, પ્રભુજીને પરણાવે. સર્વ સંગ છેડી કરી, કેવળજ્ઞાનને પામે, અષ્ટકર્મને ક્ષય કરી, પહોંચ્યા શિવપુર ધામે. ભરતે બિબ ભરાવીયાએ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિ તણું, ઉદયરત્ન ગુણ ગાય.
શ્રી અજિતનાથ જિન ચિત્યવંદન. અજિતનાથ અવતાર, સાર સંસારે જાણું, જેણે જિત્યા મદ અઠ, એ અરિહંત વખાણું.