________________
વિભાગ બીજે–પ્રકીર્ણ સ્તવન સંગ્રહ,
: ઢાલ-ચોથી :
(રાગ-ભીમપલાશ. ) શત્રુંજય ગિરનારે જાત્રા સારી, જીરાવલા જગનાથ તણી, નવિ કીધી અબુંદ અષ્ટાપદ, તીરથ અવર અનેક ગુણી.૧-૩૦ રાજ ઋદ્ધિ રામા રસ રાતો, ધન કંચન યૌવન મદમાતો ધનભણી અહનિશ ધરે ધાત, જગપતિ! કાળન જાણે જાતો.ર-૩૧ દેશ વિદેશ જઈ ધન લાવ્ય, મેટાં મંદિર હાટ કરાવ્યાં, ઘરઘરણીના ઘાટ ઘડાવ્યા, ધરમ સ્થાનકે ધન નવિ વાવ્યાં.૩-૩૨ વ્યાજ વટાંતર દેઢ સવાઈ, કરતાં કીધી કોડ કમાઈ; સાત વ્યસન પિષ્યાં દઢ થાઈ, ધરમ કાજ કીધું નવિ કાંઈ.૪-૩૩, સ્વામી સગાં સહોદર વંચી, અરથ અનેક એપેરે સંચી ભાવ સહિત પ્રભુ પાય ન અંચી, ધર્મ ન કીધે મેં રોમંચી.૫-૩૪ પરગટ સાત ક્ષેત્ર નવિ પિષ્યાં, સુકૃત તણું સ્થાનક સવિ સોચ્યાં, સદ્ગુરૂ વાણી નવિ સંતોષી, કહોને સ્વામિ! કિણી પરે હોશી ૬-૩૫ લોભ લગે પરધન મેં લીધાં, સંપત્તિ સાર તે દાન ન દીધાં; પાપ કામમેં ઝડપી લીધાં, સુકૃત અમૃત પરિઘલ નવિ પીધાં.૭–૩૬ પિસહ પચ્ચકખાણ અનુસરતાં, સામાયિક પડિક્રમણ કરતાં પૂજા ધ્યાન ધરમનું ધરતાં, ન રહે પ્રભુ નિશ્ચલ મન થિરતા.૮-૩૭ નાભિ નરેસર નંદન! કહીયે, માતા મારૂદેવા ઉર લહીયે, કર્યા કર્મ હવે કેને કહીયે, સ્વામિ ધ્યાન તમારે રહીયે.૯-૩૮
: ઢાલ-પાંચમી : (રાગ–પી. મેરે જિનંદકી ધૂપસે પૂજા–એ દેશી) જિમ જલહર મોરા ચંદ ચકર, દિનકર વં છે કમલવનમ;
ગીશ્વર ધ્યાને ઉત્તમ માને,તિમ તુમ દરિસણ આફ્રિજિર્ણ ૧-૩૯