________________
૨૭
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સાહ.
: ઢાલ-ત્રીજી : ( રાગ–ભૈરવી. )
નવ નવ રસ રાતે મદભર માતા, કરતા ભક્ષ્ય અભક્ષ્ય ઘણાં; પાતક નવિ ટાળ્યાં અંગ વીટાળ્યાં, વચન ન પાળ્યાં સ્વામી તણાં.૧-૨૦ તૃષ્ણા તરૂણી નવ આલાય, લાભે લાભ ઘણેરી થાય; સત્ય વચન ન રહ્યું મનમાંય, ખિણુ ખિણુ કમ અધિક બંધાય.૨-૨૧ મહીયલ ડુંગર મેરૂ સમાન, તેહથી અધિક આરોગ્યાં ધાન; સયલ સલિલ અધિક જ્યું માન, મેં પીધાં માતાના થાન,૩-૨૨ મેં માનવભવ દેવપણામે, સુખ ભાગવીયાં જે મનમાને; રંગ રમાડચા છાને માને, તાહી પ્રાણી તૃપ્તિ ન પામે.૪-૨૩ જગ જીવડલા ક્રિમ સંતાપુ, એ કાયા કહેા કી પરે પાછું; જગપતિ નામ કિવારે ગા, તપ જપ ક્રિયા કિવારે સાખું.૫-૨૪
તવ ખેલે પ્રાણી મુજ પ્રાય, ભૂખ તરશ ભાવર્ડ ન ખમાય; ધરમ ભણી ધુર ચિત્ત ન જાય, પરવશ દુ:ખ ઘણાં સહેવાય.૬-૨૫ પરગટ પ્રેમદા પ્રેમ દેખાડે, મા પાસે મુજ પરેપ પાડે; કામ ક્રોધ મુજ ખિમાને ખડે, વિનય વિવેક વિચાર ન મડે.૭-૨૬ વિષયારસ વાદ્યો પરનારી, તિણુ કારણ મેં સતિ હારી; મેં જિન ! જીવદયા ન વિચારી, એમ હું ગયા ઘણા ભવહારી.૮-૨૭ દાતા ગુણ મુજ મુહ ન મડે, કૃપણપણું મુજ કેડ ન છડે; આઠે મદ મયગલ મુજ દડે, માયા સાપણુ ડસવા હીડે.૯-૨૮ નહિં આશંકા પરધન લેતાં, કપ લહું ધરમે ધન દેતાં; કીધાં કર્માં જિનેસર ! જેતાં, તે તું ત્રિભુવન જાણે તેતાં.૧૦-૨૯