________________
વિભાગ બો-પ્રકી
સ્તવન સંગ્રહ.
ર૭૫
ફોગટ મેં કીધા ભવ કેરા, ચરણ ન ભેટીયા જિનવર કેરા; દીઠા દેવ અનેક અનેરા, કાંઈ કાજ ન સિધ્યા મેરા. ૯
: ઢાલ–બીજી :
( રાગ-માલકોવ ) ઈમ ચિહું ગતિ રૂલીયે તું પ્રભુમિલી, સદ્ગુરૂ સાચા ભેદ કહ્યો; જિનશાસન જાણી હિયડે આણી, મુગતિતણે મેં માગ લહ્યો.૧-૧૦ દેશ અનારજ હું અવતરી, ચિહું ગતિમાંહે મહાદુઃખ ફરીયે; પાપે પિંડ એણે પેરે ભરીયે, ધર્મ તણે લવલેશ ન કરી.૨-૧૧ દુલ્લા આરજ દેશ દીવાજા, કુલ મોટા દુર્લભ દીવોજા; ઉત્તમ કુલ દુલ્લો જિનરાજા, દુર્લભ પાંચે ઇન્દ્રિય સાજા.૩-૧૨ દુહો દેડ લહું નીરોગ, દુલહો ચિરંજીવિત યોગ, દુલ્લડો સદ્દગુરૂ તણે સંયોગ, કુલ્લો ઘર લમી સંયોગ.૪-૧૩ દુલ્લડ સાચ ધરમનું સુણવું, દુલ્લહું પાપતણું પરિહરવું; દુલ્લહું ધરમતણું મન ધરવું, દુલૂહ ધર્મ શરીરે કરવું.૫-૧૪ સમકિત વિણ હું અતિ રડવડીયે, મૂઢપણે મિથ્યામતિ પડી; જિમ નટ કર મરકટ ચડીયે, કર્મ નટાવે ઈમ હું નટીયે.૬-૧૫ ધર્મ કરૂં ચિંતું મનમાંય, આળસ વેરી આડે થાય પાપ કરી શંકા નવિ થાય, રાત દિવસ એમ એળે જાય; ૭-૧૬ આરતિ ન ટલી એકે વાર, જન્મમરણ વિચ એક લગાર; ભવસાયર હું ભમીયા અપારે,તુમ વિણ સ્વામી કહે કુણ તારે. ૮-૧૭ ઘર ઘરણીને ભારે જુત્તો, આગે જનમ ઘણું વગુત્તો; મહીમાં મેહ નિદ્રામાંહી જુત્તો, પાપ પંક કલિ કાદવ ખુત્ત. ૮–૧૮ બાલપણે કિડા રસ માતે, યૌવન વય યુવતિ મુખ જેતે વૃદ્ધપણે વ્યાધિ ભગવતે, ધર્મ હીણ ભવ એમ નિગમતા.૧૦-૧૯