________________
ર૭.
શ્રી જિનેન્દ્ર સ્તવના કાબ છે.
ફાગણ સુદ તેરશ શિવ પામ્યા, શાંબ પ્રદ્યુમ્ન ગુણખાણ; સાડી આઠ કેડી મુનિવરશું, પરણ્યા શિવ પટ્ટરાણી. ભ૦ ૭ રામ ભરત ત્રણ કેડી મુનિશું, અચલ થયા અરિહંત; છેલ્લા નારદ લાખ એકાણું, સમરે મન ધરી ખંત. ભ૦ ૮ એક સહસશું થાવા સુત, પંચ સયા સેલગજી; એક હજારશુ શુક પરિવ્રાજક, પામ્યા. પદ અવિચલજી. ભ૦ ૯ અતીત ચોવીશીના બીજા પ્રભુ, તેહના ગણધર વંદે કદંબ નામે એક કોડશું, સિદ્ધ થયા સુખક. ભ૦ ૧૦ એક હજાર ને આઠ સંઘાત, બાહુબલી મુનિ મોટા, ત્રણ કેડી જયરાજ મુનીસર, સિદ્ધ થયા નહિ ખોટા. ભ. ૧૧ અંધકવિનુ પિતા ધારણી, તેહ તણું દશ પુત્ર; ગૌતમ સમુદ્ર પ્રમુખ શિવ પામ્યા, રાખું ઘરનું સૂત્ર,ભગ ૧૨ વલી તેહના આઠ પુત્ર વખાણે, અક્ષેશ આદિ કુમાર; સેળ વરસ સંયમ આરાધી, પામ્યા ભવને પાર. ભ૦ ૧૩ અનાદષ્ટિ ને દારૂક મુનિ દેય, આતમ શક્તિ સમારી; શષભસેનાદિક તીર્થકર પણ, ઈડાં વરીયા શિવનારી. ભ૦ ૧૪ ભરતવંશી રાજાદિ ઘણેરા, અંતિમ ધરમને સાથે શુક રાજા ષટ માસી ધ્યાને, મુગતિનિલય ગુણ વાળે. ભ૦ ૧૫ જાલી મયાલી ને ઉવયાલી, દેવકી ખટ સુત વારૂ સિદ્ધ થયા મંડુક મુનિ વળી, નમતાં મન હોય ચારૂ, ભ૦ ૧૬ અતીત કાળે સિદ્ધા અનંતા, વળીય સિદ્ધશે અનંતા; સંપ્રતિકાળે મેટું તીરથ, ઈમ ભાખે ભગવંતા. ભ૦ ૧૭ ધન્ય એ તીરથ મેટે મહિમા, પાપી પાતિક જાયે, ખિમાવિજય જસ તીરથ ધ્યાને, શુભ મને સિદ્ધ થાય. ભ૦ ૧૮