________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
ચેત્રીશ અતિશય ગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન,
: ઢાલ પહેલી : સીમંધર તુજ મિલને, જિનવારી હે રાજ, |
દિલમેં રઢ લગી તારૂજી; પ્રભુ કૃણવાને કાજે, વલી ભેટણ તલસી તન રહે. તારૂજી સમોસરણે જગદીશ, સેહે અતિશય ચઉતીર રે, દિ રૂપ નિરામય સ્વેદ, તુમ અંગે મલ વિચ્છેદ રે. દિ. ૧ સાસ સુરભિ કમાન, તુજ રૂધિર ગોખીર સમાન રે; દિ. અદશ્ય આહાર નિહાર, એ મૂલ અતિશય ચાર રે. દિ. ૨
.: ઢાલ–બીજી : | ( ઈડર આંબા આંબલી રે–એ દેશી.) જનમિત વર ખેત્રજમાંહિ, સુરનરતિરિય સમાય; નર તિરિ સુર નિજ નિજ ભાષાયે, તુજ વાણી સમજાય; જિણેસર! તુજ વયણે મુજ રાગ, ધન ધન તું વીતરાગ જિ. ૧ વાણ યોજનગામિની રે, ભામંડલ વર પૂંઠ, જિહાં વિચરે જિનરાજજી રે, તિહાં દુરભિખ ન દહે. જિ- ૨ અતિ અનાવૃષ્ટિ તિહાં નહિ રે, વેર રેગ નહિ વક; મારી ઈતિ સાતે નહિ રે, નહિ ભય સ્વકપરચક. જિ. ૩ કર્મ ખખ્યાથી ઉપન્યા રે, એ અતિશય અગ્યાર; ગુણવંતા પ્રભુ સાંભલી રે, ભેટણ દિલ મુજ વાર. જિ. ૪
: ઢાલ-ત્રીજી : | ( વિમલજિન! વિમલતા તાહરીજી–એ દેશી.) ચરણ તુજ શરણ મુજ તરણતાજી, કરણતા ભવભય નાશ; છત્ર ત્રય ધર્મચક સદાજી, એ સવિ ચલત આકાશ, ચ૦ ૧