________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૪૫ તે માંહિ ઘણી ગતિ જેડી, ઈમ કીધા ભવ લખ કોડી; ભમતો વળી નરભવ જાય, તિહાં કુકરમ ઉપર ધાય. ૪ ચઢી મદમસ્ત આહેડ, ફિરતે વનચર પશુ કે, વધ કરણે ચિત્તર પાલ્યા, ઘણા પાશ ધરી મૃગ ઝાલ્યા. ૫ હણીય જલચર કુલે માછી, તિહાં કીધી શુભમતિ પાછી; રસના રસે જીવ વિદારી, મદિરા મધુ માંસ આહારી. ૬ વલી કીધાં કરમ કસાઈ, મૂકયા સાવિ જીવ ફસાઈ , બળવંત ઘણું પશુ ઝાલી, ગળે દીધી છેદન પાલી. ૭ ચમરી ગજરાજ હણાવ્યા, ગિરિકંદર કંદ ખણાવ્યા પરવત વન દવ પરજાલ્યા, પોપટ પશુ પંજર ઘાલ્યા. ૮ અંતેઉરમાંહિ નિવાસી, રખવાળ કર્યા નર ખાસી; પિષી તનુ જીવ વિણાસી, દીધી ધન કારણે ફસી. ૯ રસરંગે રમી પરદોરા, મૂકી પર શિર અસિધારા; કીધી પરથા પણ ચોરી, જપીયા પર મંત્ર અઘરી. ૧૦ ઘણું તેલ ભણું તિલ પિલ્યા, વીંછી વિષધર વિષ ખીલ્યા, જૂહી પરશાખ ભરાવી, રિપુની ઘણી ઘાત કરાવી. ૧૧ મિલિયા વલી કુગુરૂ સન્યાસી, માન્ય કપટી મઠવાસી; તપસી રૂષિરાય વિયોગા, ઢાંકી ગુણ અવગુણ જોયા. ૧૨ પરદેષ અજાણતાં કીધા, અકલંક કલંકી કીધા વચન છળ કપટ વિચારી, ઈમ કીધો આતમ ભારી. ૧૩ આણું મન કુમતિ સગાઈ, કીધી જન સાથે ઠગાઈ; રૂલીયે ભવજલનિધિ દેવ!, નવિ કીધી મેં જિન સેવ. ૧૪ ઈમ કુકરમ કેડિ વખાણું, કહેતાં હવે પાર ન જાણું હવે સાહિબ જિનવર મલિય, ભવ ભૂરિ મહાભય ટળીયે. ૧૫