________________
૨૪૨
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય છે.
પરષદ બારની આગળે, દેશન વરસત શાંત, દાંત મહાંત પ્રશાંત અનંત કેવળ ધણું, દશ લાખ કેવલી સંત. ૭ શત એક કોટિ મુનિવરા, ચઉરાશી ગણધરા; ઉદય પેઢાલ જિનાંતરમાં શિવસંપદા, વર તજીય સંસાર. ૮ સમય તણે અનુસારથી, લાધી મેં તુમ ભાળ; તિણે ગતીવિણનેત્રવિલક્ષ ઉભય હુઆ જિમસર ભ્રષ્ટ મરાલ. ૯ રાગદ્વેષ વિગતા તુહે, મુઝ રાગાંકિત દેહ, તુમ શીતલ તનુ પશ્ય શીતલ વિધુ જાણીયે,જિમ અય પારસ તેહ. ૧૦ સુમ ઘન દાતા સમપણે ગંધ જલાન્ન દિયંત; તિમ દેજે શિવરાજ રાજનગરે મલ્યા, સીમંધર ભગવંત ૧૧ મંદમતિ પણ મેં થયા, બાલ પસારિત હત્ય; જલધિમાન કહે શુભવિજયજી આપજે, વીર કહે પરમત્ય. ૧૨
(વંદના વંદના વંદના રે જિનરાજકું સદા મેરી વંદના–એ દેશી.) ધ્યાનમાં ધ્યાનમાં ધ્યાનમાં રે, જિનરાજ લીયા મેં ધ્યાનમાં અબ કહેશું વાત તે કાનમાં રે, જિ. પ્રભુ સમજાવીશું સાનમાં રે.જિ અમે રમશું અંતરજ્ઞાનમાં ૨,જિનરાજ લીયા મેં ધ્યાનમાં રે; ગુણ અનંત અનંત બિરાજે, સીમંધર ભગવાનમાં રે; જિ. દોષ અઢાર ગયે પ્રભુ તુમચે, વચ્ચે સુખ નિરવાણમાં રે. જિ. ૧ દેવ! દેવ જગ કેઈ કહાવે, માચે વિષયવિકારમાં રે; જિ પરખી નાણું જે જગ લેશે, તે સુખિયા સંસારમાં છે. જિ. ૨ વનિતાવશે ઈશ્વર પણ નાચે? રૌદ્રનિધન વેશ્યાન માં રે, જિ. વેદ ચાર પણ ચિહું મુખ નાઠે, જડ ગુણ સરજા સાનમાં રે. જિ. ૩