________________
૨૩૮ થી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ શ્રી રાષભાનન જિન સાતમા, અનંતવીરજે વંદે આઠમા; સુરપ્રભ ને સ્વામી શ્રી વિશાળ, વજધર પ્રણમે પ્રહકાળ. ૨ ચંદ્રાનન ચંદ્રબાહુ ભજે, ભુજંગ ઈશ્વર ભાવે ય; ; નેમિપ્રભ નમીયે નિતમેવ, વીરસેનની કીજે સેવ. ૩ મહાભદ્ર ને વળી દેવજસા, અજિતવીર્ય વસ મન વસ્યા; વિહરમાન જયવંતા વીસ, જિનવર આપે ચડત જગીશ. ૪) આરા અજુઆલી બીજ, હૃદયમાંહે આણીને રીઝ; દીપ ધૂપ કીજે આરતિ, વિઘન વિપદ ફરે વારતી. ૫ ઉદયરતન વાચક એમ ભણે, એ રીત કરતાં આદર ઘણે; ચંદ્રકિરણ જિન ચડતી કળા, નિત્યોદય વાધે નિરમળા. ૬
(૪) શ્રી સીમંધર જિન સ્તવને.
(સિદ્ધારયનારે નદન વિનવું–એ દેશી.) વિનતિ માહરી રે સુણ સાહિબા, સીમંધર જિનરાજ; . ત્રિભુવન તારક! અરજ ઉરે ધરે, દેજે દરીસણ રાજ. વિ૦ ૧ આપ વસ્યા જઈ ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મેઝાર; એ મેળ કેમ હોયે જગધણી, એ મુજ સબળ વિચાર. વિ. ૨ વચમાં વન કહ પર્વત અતિ ઘણા, વળી નદીઓનારે ઘાટ; કિણુવિધ ભેટુરે આવી તુમ કને, અતિ વિષમી એ રે વાટ વિ. ૩ કિહાં મુજ દાહિણ ભરત ક્ષેત્ર રહ્યું, કિહાં પુકખલવઈ રાજ, મનમાં અલજેરે મળવાને ઘણે, ભવજલ તરણ જહાજ. વિ. ૪ નિશદિન આલંબન મુજ તાહરૂં, તે મુજ હૃદય મેઝાર; જવ દુઃખ ભંજન તુંહી નિરંજને, કરૂણ રસ ભંડાર, વિ. ૫