________________
વિભાગ બીજો-પ્રકોણ સ્તવન પ્ર.
૨૩૭
શ્રી વીસવિહરમાન ભગવાનનું સ્તવન
(યૂલિભદ્ર કહે સુણ બાલા –એ દેશી.) શ્રી સીમંધર પહેલા સ્વામી રે, બીજા દેવ જગમંધર નામી રે, ત્રીજા બાહુજિન અરિહંતા રે, સ્વામી સુબાહુ છે વિચરંતા રે. ૧ સ્વામી સુજાત જગ જયવંતા રે, સ્વયંપ્રભ છઠ્ઠા ભગવંતા રે; aષભાનન જિન વંદન કરશું રે,અનંતવીરજ જિનચિત્તમાં ધરશું.૨ નવમા સુરપ્રભ સમરીજે રે, દશમા દેવ વિશાલ નમીજે રે, શ્રી વાધર ધર્મ પ્રરૂપે રે, ચદ્રાનન ચંદ્રાનન રૂપે રે. ૩ ચંદ્રબાહ પ્રણમું શિરનામી રે, ભુજંગનાથ સાથ શિવગામી રે, પન્નરમાં ઈશ્વર રહીએ સંગે રે સલમાનમિજિન નમીએ રંગે રે ૪ વીરસેન સત્તરમા જાણું રે, અઢારમા મહાભદ્ર વખાણું રે; દેવજસા જસ દેવ તે ગાવે રે, અજિતવીર્ય જિન અક્ષય પાવે રે. ૫ એ વીસે વિહારમાન કહાય રે, સુરપતિ પ્રણમે તેના પાય રે, ઉઠી પ્રભાતે વંદન કરશું રે, મનમોહનજિન નામ સમરશું રે. ૬ સાહિબ સમરણ સરખું મીઠું રે, એહવું અમૃત ન જગમાં દીઠું રે, સ્વપને સજજન કેરું મળવું રે, તરણિ ઉદય તે તરત જ ફળવું રે. ૭ તેમ તેમ દરીસણુ દરીસન વાસે રે, રાત દિવસ રહે હૈડા પાસે રે, નેહ કરીને ધરે રહેવું રે, તે ભાણ ખડખડ દુ:ખ સહેવું રે. ૮ ઓછા માણસ કેરી સગાઈ રે, પ્રેમ પટંતર લેક ઠગાઈ રે; પણ ગિરૂઆશું રાગ બિરાજે રે, શ્રી શુભવીર તે જગમાં ગાજે રે.
( ચોપાઈ. ) શ્રી સીમંધર પહેલા સ્વામ, યુગમંધર બીજા અભિરામ, 'બાહુ સુબાહુ સેવે સદા, સુજાત વયંપ્રલ નમીએ મુદ્દા. ૧