________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
.
સિંહ નિષદ્યા નામને, નિપાયે હો મંડપ પ્રાસાદ છે, ત્રણ કોશ ઉંચે કનકમય, વિજ કળશે હો કરે મેશું વાદકે.શ્રી ૧૨ વર્ણ પ્રમાણે લંછને, જિન સરખી હો તેહ પ્રતિમા કીધ કે, દય ચાર આઠ દશ ભણી, રુષભાદિક હો પૂરવે પરસિદ્ધ છે.શ્રી ૧૩ કંચન મણિ કમલે ઠવી, પ્રતિમાની હો આણી નાસિકા જેડિકે; દેવછંદે રંગમંડપ, નીલાં રણ હો કરી કેરણી કેડિકેશ્રી ૧૪ બંધવ બહેન માતા તણુ, મોટી મૂરતિ હો મણિરતન ભરાય છે; મરુદેવી મયગલ ચઢી, સેવા કરતી હો જિન મૂરતિ નિપાય કે શ્રી ૧૫ પાડિહેર છત્ર ચામરા, જક્ષાદિક હો કીધા અભિષેક કે;
મુખ ચતુર ચકકેસરી, ગઢ વાડી હો કુંડ વાવ વિશેષકે શ્રી ૧૬ પ્રતિષ્ઠા સવિ પ્રતિમા તણું, કરાવે છે રાય મુનિને હાથ કે, પૂજા સ્નાત્ર પ્રભાવના, સંઘ ભગતિ તો ખરચી ખરી આથ કે શ્રી૦૧૭ પડતે આરે પાપીયા, મત પાડે હો કઈ વાસ આ વાટ કે; એક એક જેણુ આંતરે, ઈમ ચિંતી હી કરી પાવડી આઠ કે.શ્રી૦૧૮ દેવ પ્રભાવે એ દેહર, હોશે અવિચલ હો છડે આરે સીમ કે, વાંદે આપ લબધે તે તરે, નર તેણે ભવ હો ભવસાયર ભીમ કે શ્રી ૧૯ શ્રી કેલાસના રાજીઆ, દીઓ દરીસણ હો કાંઈ મકરે ઢીલ કે, અરથી હાય ઉતાવળો, મત રાખો હી અમથું આડખીલ કે શ્રી૨૦ મન માન્યાને મેળવે, આવા સ્થાને હો કેઈ ન મળે મિત્ત કે, અંતરજામી મિલ્યા ૫ખે, કિમ ચાલે હો રંગ લાગો ચિત્ત કે શ્રી.૨૧ અષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલીયા હે તે દેઉલ દેખાડકે; ભલે ભાવે વાંદી કરી, માગું મુગતિના હો મુઝ બાર ઉઘાડ કે શ્રી ૨૨ અષ્ટાપદની ચાતરા, ફળ પામે છે ભાવે આ ભણી ભાસ કે: શ્રીભાવવિજયઉવજ્ઞાયને,ભાણુભા ખોળે સઘળીઆશકે શ્રીર૩