________________
PRIS
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
શ્રી અષ્ટાપદ તીર્થનું સ્તવન, -
(ઋષભ જિર્ણોદશું પ્રીતડી–એ દેશી.). શ્રી અષ્ટાપદ ઉપરે, જાણ અવસર હો આવ્યા આદિનાથ કે, ભાવે ચઉઠ્ઠ ઇંદ્રશ્ય, સમવસરણે હો મિલ્યા મેટા સાથે કે.શ્રી૧ વિનિતાપુરથી આવીયા, બહુ સાથે હો વળી ભરત ભૂપાળ કે, વાંદી હિયડા હેજશું, તાત મૂરતિ હો નકે નયણે નીહાળ કે શ્રી. ૨ લીયે લાખેણું ભામણું, કહે વયણે હો મારાં નયણું ધન્ન કે; વિણ સાંકળ વિણ દોરડે, બાંધી લીધું હો વાહલા તે મન્નકે શ્રી૩ લઘુ ભાઈ એ લાડકા, તે તે તાતજી હો રાખ્યા આપ હજુર છે; દેશના સુણી વાંદી વદે, ધન્ય જીવડા હો જે તર્યા ભવપૂર કે શ્રી. ૪ પૂછે પ્રેમે પૂરીઓ, આ ભરતે હો આગલ જગદીશ કે; તીર્થકર કેતા હશે, ભણે અષભજી હો અમ પછે ત્રેવીશ કે શ્રી. ૫ માઘની શામળી તેરશે, પ્રભુ પામ્યા હો પદ પરમાણુંદકે જાણી ભરતસર ભણે, સનેહે હો નાભિરાયના નંદકેશ્રી૬ મનમેહન! દિન એટલા, મુઝ સાથે હો રૂસણે નવિ લીધે કે, હૈજ હિયારે પરહરી, આજ ઉંડા હો અબોલડા લીધા કે.શ્રી. ૭ વિણ વાંકે કાંઇ વિરચિયા, તે તોડ્યા હો પ્રભુ પ્રેમના ત્રાગકે, ઇંદ્ર ભરતને બુઝવ્યા, દેષ મદીઓ હો એહ જિન વિતરાગ કે શ્રી. ૮ શેક મૂકી ભરતેસરૂ, વાદ્ધકોને હો વાલી દિએ આદેશ કે, શુભ કરે જિણે થાનકે, સંસ્કાર્યા હો તાત શ્રી રહેશે કે શ્રી ૯ વલી બંધવ બીજા સાધુના, તિહાં કીધા હો તિન શુભ અનુપ કે; ઉંચે સ્ફટિકને કુટડે, દેખી ડુંગર હો હરખે ભણે ભૂપકે શ્રી ૧૦ રતન કનક શુભ ઢંકડે, કરે કંચનને પ્રાસાદ ઉનંગ કે, ચઉબારે ચેપ કરી, એક જય હો માને મનરંગ કે શ્રી ૧૧