________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૨૨૯
છ અઠ્ઠાઈનું સ્તવન,
દુહા. સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ પરમ પંચ પરમેષ્ટિમાં, તાસ ચરણ સુખકંદ. ત્રિજગ ગોચર નામ જે, ધ્યાવે નિજ મન નેહ; થઈ લોકેત્તર તે સદા, પામે શિવ વધૂ ગેહ. ૨ પંચવરણ અરિડા વિભુ, પંચ કલ્યાણક ધ્યેય; ષટ અઠ્ઠાઈ સ્તવના રચું, પ્રણમી અનંત ગુણગેહ.
: ઢાલ-પહેલી : (પુમ્બલવઈ વિજયે રે–એ દેશી ) ચતર માસે સુદી પક્ષમાં રે, પ્રથમ અઠ્ઠાઈ સંગ; જિહાં સિદ્ધચકની સેવના રે, અધ્યાતમ ઉપયોગ રે, ભવિકા પર અઠ્ઠાઈ આરાધ, મનવંછિત સુખ સાધરે. ભ૦ ૧-૪ લેચન કર્ણયુગલ મુખે રે, નાસિકા અગ્ર નિલાડ; તાલ શિર નાભિ હદે રે, ભમૂહ મધ્યે ધ્યાન પાઠરે. ભર ૨-૫ પંચ પરમેષ્ટિ ત્રિકાળના રે. ઉત્તમ ચઉ ગુણ કંત, શાશ્વત પદ સિદ્ધચક્રને રે, વંદતાં પુન્ય મહંત રે. ભ૦ ૩-૬ આલંબન સ્થાનક કહ્યાં રે, જ્ઞાનીયે દેહ મઝાર રે; તેહમાં વિગત વિષય પણે રે, ચિત્તમાંહી એક આધાર રે. ભ૦ ૪-૭ અષ્ટકમલદલ કર્ણિકા રે, નવપદ થાપ ભાવ, બાહિર યંત્ર રચી કરી રે, ધારે અંતર અનુભાવ રે. ભ૦ ૫–૮ આસો સુદી સાતમ થકી રે, બીજી અઠ્ઠાઈ મંડાણું ત્રણસેં તાલીશ ગુણે કરી રે, અસિઆઉસાદિક ધ્યાન રેભર ૬-૬