________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
જિમ તરૂ કુલે રે ભમર બેસતાં, ન કરે કાંઈ ઉપઘાત; તિમ મુનિ જાવેરે આહાર ગષવા, દશવૈકાલિક વાત. તે ૩-૩૨ આહાર તે લાવી નિરસ ભગવે, જિમ દર મહેરે સાપ; અનુત્તરવવાઈ ધન્નો વરણવ્ય, નમતો જાયે રે પાપ. તે ૪-૩૩ ચઉવિ ભાખ્યારે પન્નવણા પદે, બોલે મુનિ નિર્દોષ; એહવા મુનિને ભાવે વંદીયે, તે હેય સમકિત પિષ. તે ૫-૩૪ કહીય પ્રમાદીરે મુનિ ન ઉવેખીયે, જૂઓ ચારણ મુનિ દેય; લબ્ધિ પ્રયું જીરે જગતીરથ કરે, તેને મહિમારે જોય. તે ૬-૩૫ લવણ ન મૂકે મરયાદો સહી, જીવાભિગમ તરંગ; શ્રી જિનવચરે તે મુનિ વાંદતાં, વાધે સંયમ રંગ. તે ૭-૩૬ નિરમલ દીસે સોનાતણ પરે, નવ વિધ બ્રહ્મ સુહાય; પુન્ય અંકુરારે દરિશને પાલવે, અમૃત વંદેરે પાય. તે ૮-૩૭
શ્રી પંચતીરથનું સ્તવન ૧
(સંભવ જિનવર વિનતિ–એ દેશી ) ઢાલ-આદે આદિજનેસરૂ, પુંડરિકગિરિ શણગાર રે,
રાયણ રૂખે સમેસર્યા, પૂરવ નવાણું વાર રે. આદે૧ ઉથલે -આદિ આદિ જિર્ણોદ જાણું, ગુણ વખાણું તેહના,
મનરંગ માનવ દેવ દાનવ, પાય પૂજે જેહના; લખ ચોરાશી પૂર્વ પોઢા, આયુ જેહનું જાણીયે,
શત્રુજ્ય સ્વામી રિસહ પામી, ધ્યાન ધવલું આણીયે. ઢાલઃ-દીઠે દીઓદરમંડ, મીઠે અમીય સમાન રે;
શાંતિ જિનેસર સામે, સેહે સેવન વાન રે. દીઠ ૩ ઉથલેઃ-દીઓદર મંડન દુરિત ખંડન, દીઠે દાળિ ચૂરએ,
સેવતાં સંકટ સયળના, પૂજ્ય વાંછિત પૂએ