________________
૨૧૯
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંત
મનહર કુંડલ દ્વીપમાં, પ્રાસાદ ચાર નિહાળી રે, ચારસેં છનું બિંબને, વંદુ હું નિત્ય ભાલે રે. શા. ૪ રૂચકવર દ્વીપ જાણું, પ્રાસાદ ચાર ઉદાર રે, જિન પડિમા નિજ ચિત્તમાં, ચારસે છનું સંભાર રે. શા. ૫ રાજધાની વિજયે વલી, પ્રાસાદ સોલ તે કહીયે રે; ઓગણીશમેં વીશ આગલાં, પૂજીને સુખ લહીયે રે. શા. ૬ મેરૂને એંસી દેહરા, છનુસું બિંબ વંદે રે; ચૂલિકાએ પંચ જિનઘરા, ઇસેં બિંબ સુખકંદો રે. શા૭ ગજદંતે વીશ દેહરા, ચોવીસમેં જિન વંદે રે દશ ચેત્ય દેવ ઉત્તરકુરૂએ, બારસેં પડિમા આનંદ રે. શા૮ ઈષકારે ચાર જિનઘર, પ્રતિમા ચાન્સે એંશીરે ચાર ચૈત્ય માનુષેત્તરે, બિંબ ચારસેં એંશી રે. શાહ ૯ વર્ષોખાર ગિરિ જાણીયે, એંસી જિન પ્રાસાદ રે; છનુસેં જિન વંદીએ, સમર્યા આપે સાદ રે. શા૧૦ ત્રીશ પ્રાસાદ કુલગિરિ પરે, બિંબ છાઁ ત્રણ સહસ રે; પ્રાસાદ ચાલીશ દિગ્ગજે,બિંબ આઠમેં ચાર સહસ રે. શા૧૧ દીર્ધ વૈતાઢયે દેહરાં, એકસો સત્તર માન રે; ચારસેં વીશ સહસ વળી, વંદો ભવિયણ જાણ રે. શા. ૧૨ જંબૂ વૃક્ષ પ્રમુખ દેશે, અગ્યારસેં સીત્તેર જાણ રે, એકલાખ ચાલીશ સહસ બિંબ, ચારસે મન આણ રે. શા. ૧૩ કંચનગિરિ જિનવર કહા, સહસ એક પ્રાસાદ રે; એકલાખ વીસ સહસ ઉપરે, વંદી લહે સુપ્રસાદ રે. શા૧૪ સીત્તેર દેરાં મહાનદી, બિંબ છે શત ચોરાશી રે; કહે અસી છે દેહરાં, છનુસેં બિંબ રાશિ રે. શા. ૧૫