________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રા. હારે મારે હમ ઇંદ્રાદિકનો ઓચ્છવ હુંત જે, સિદ્ધારથ પણ તિમ વલી મન માટે કરે રે લો; હાંરે મારે નામ ઠવ્યું શ્રી વર્ધમાન કુમાર જે, દિન દિન વાધે પ્રભુજી કલ્પતરૂ પરે રે લે. ૩-૫૩ હાંરે મારે દેવે અભિધા દીધું શ્રી મહાવીર જે, યૌવનવય વિલસે હવે નવ નવ ભોગને રે લે; હારે ઈમ કરતાં માત પિતા ગયા સ્વર્ગ મઝાર જે, લોકાંતિક તવ દેવ કરે ઉપગને રે લો. ૪-૫૪ હાંરે મારે વરસી દાન દેઈને સંજમ લીધજે, પરિષહને ઉપસર્ગ સહ્યા પ્રભુએ ઘણુંરે લે; હાંરે મારે લાખ વરસ તપસી પૂરવભવ નાથ જે, તે પણ આ ભવ તપની રાખી નહિ મણ રે લે. પ-પપ હારે બે ષટમાસી તેહમાં પણ દિન એક ઊણજે, નવ ચઉમાસી બે ત્રણ માસીને લહું રે ; હારે મારે બે અઢી માસી ષટ બેમાસી જાણજે, દેઢ માસી દેય મા ખમણ બારે કહું રે લા. ૬-૫૬, હાંરે મારે બહેતર પાસખમણ વળી અઠ્ઠમ બાજે, દયશત એગણતીસ એ છઠ્ઠ તપને ભણું રે ; હારે મારે એ આદે પ્રભુ તપ તપીયા વિણ નીરજ, ત્રણસો ઓગણ પચાસ પારણા દિન ગણું રે લે. ૭-૫૭ હાંરે મારે અપ્રતિબંધી બેઠા નહિ ભગવંત જે, બાર વરસમાં નિદ્રા બે ઘડીની કરી રે ; હાંરે મારે નિરમલ ધ્યાને ઘાતિ કર્મ ખપાય જે, દર્શન જ્ઞાન વિલાસી, કેવલને વરી લે. ૮-૫૮