________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૧૯ સંથવ ચાલે હંસલે, હાર્યો માનસ જાય રે, નીલ વરણું નવ કર તન, મરક્ત મણિ લજજાય રે. કોડે. ૫ અનોપમ અંગ નિહાળીને, અનંગ થયે ગતરૂપ રે , કેવલધર પણ કિમ કહે, પ્રભુનું અકલ સ્વરૂપ છે. કોકો, ૬ પાટણમાં પુણ્યાત્મા, પૂજે શ્રાવક લોક રે; ખિમાવિજય જિન ખિતાં, હરખે માનવથાક રે. કોકો, ૭
(૨૪). શ્રી નારંગપુર પાર્શ્વનાથ જિન સ્તવન,
( વિહરમાન ભગવાન–એ દેશી ) શ્રી નારંગપુર પાસ પધારો દેહરે,
પાટણ નગર મઝાર સુશોભિત પરિકરે; ઉજ્વલ દેવલમાંહિ જિદ બિરાજતે,
સિદ્ધશિલાની ઉપરે સિદ્ધ કર્યું છાજતે. ૧ નીલવરણ તનુ શુકલધ્યાન ધારા મલી,
ચંદ કિરણ સમ દેહ તિણે થઈ નિરમાલી; ચૂ ચૂ ચંદન કેસર મૃગમદ ઘન ઘસી,
ભાવે સુરનર નારી પ્રભુ પૂજે ધસી. ૨ પંચ વરણુ શુચિ કુલ ગલે માલા ઠવી,
પંચાચાર સુરૂપ અનુપ બની છવી; ધૂપઘટી ઘનશ્યામ કુમત અપયશ ગયો,
શ્રી જિનશાસન ભાસન વૃતદીપક જે. ૩ આહારરહિત વાંછાયે નીર નિવેદશું,
શિવપદ ફલ સંકેત ફલાદિક મેદશું; જ્ઞાનાદિક ત્રિક આંશ ધરી અક્ષત ઠરે,.
મધુર સ્વરે બહુ ભાવ સહિત કાવ્ય સ્તવે. ૪