________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
. (૫) ( જિન તેરે ચરનકી સરન ગ્ર—એ રશી.) અબ ચલો દેખે પાકુમાર, ચુઆ ચુઆ ચંદન ઓર અગરકા, વિવિધ જાતિ ભરી થાળ. અબ૦ ૧ ચુન ચુન કલીયાં પંચ વરનકી, નીકી બની કુલમાળ, અળ૦ ૨ લે કરતાલ બજાવે વણ, ગુણ ગાવે સુરબાલ. અબ૦૩ રૂપ વિશુધને મોહન ભણે પારસ પ્રભુ દીનદયાલ અબ૦ ૪
(માતા ત્રિશલા નંદ કુમાર—એ દેશી.) તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે, તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે. ત્રણ ભુવનનું તત્વ લહીને, નિર્મળ તૂહી નિપાયે રે; જગ સઘળો નિરખીને જોતાં, તાહરી હેડે કે નહિ આયા રે. લાગે. ૧ ત્રિભુવન તિલક સમોવડ તાહરી, સુંદર સુરતિ દીસે રે, કેડી કંદર્પ સમ રૂપ નિહાળી, સુર નરનાં મન હસે રે. લાગે૨
તિ સ્વરૂપ તું જિન દીઠે, તેહને ન ગમે બીજું કાંઈ રે; જિહાં જઈએ ત્યાં પૂરણ સઘલે, દીસે હીજ તુંહી રે લાગે. ૩ તુજ મુખ જેવાને રઢ લાગી, તેહને ન ગમે ઘરનો ધંધે રે આળપંપાળ સવિ અળગી મૂકી,તુજશું માંડ્યો પ્રતિબંધો રે. લાગે. ૪ ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસને પામે આરો રે; ઉદયરતન કહે બાંહ સાહીને, સેવક પાર ઉતારો રે. લાગે૫
(૭) (મેરે સાહિબ તુમહી હે–એ દેશી.) મુજ સરીખા મેવાસીને, પ્રભુ જે તૂ તારે તારક તે જાણું ખરે, જાવું બિરૂદ શું ધારે? મુજબ ૧