________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૧૫૫.
નિપટ કાંઈ કરી રહ્યા, આંખે આડા કાન; સેવક સમજી નિવાજજે, કીજે આપ સમાન. પ્રા. ૪ ભાગ્યવંત હું જગતમાં, નિરખ્ય તુમ દેદાર; મેહન કહે કવિ રૂપને, જિનજી જગત આધાર. પ્રા. ૫
* (જગપતિ નાયક નેમિ જિણું –એ દેશી.) હિતકર પાસ જિનેસર દેવ, સેવ કરણ મન ઉદ્ભ; હિતકર ગુણનિધિ જગત દયાલ, દીઠે તિહાંથી દિલ વસ્યા. હિ. અવિહડ લાગે નેહ, દેહ રંગાણી રાગશું; હિ. પલક ન છોડ્યો જાય, સજજનતા ગુણ લાગશું. હિ. નિરગુણ દુરજન સાથ, રાગ રંગ રસ આચર્યા હિ૦ ક્ષણ સંયોગ વિયેગ, એકપક્ષી બહુ ભવ કર્યા. હિ. હવે તું મલિયે નાથ, સાથ ન છોડું તુમ તણા; હિ. વીતરાગ અરિહંત, એક પખો પણ ગુણ ઘણે. હિ. ગંગા યમુના નીર, સ્નાને તરશ મલ પરિહરે, હિ. દર્શન ફરસન તુઝ, ભવ મૃગતૃષ્ણ સંહરે. હિ. જાણે જગતના ભાવ, પ્રીત રીત મુઝ સવિ લહે; હિ. રાગી રૂલે સંસાર, મુઝ સાધ્ય દિશા કહો. હિ. રાગ વિનાશી પ્રીત, પ્રીતિ ભક્તિયે સાંકલી; હિભક્તિ વચ્ચે ભગવાન, ભક્તિ પ્રેમ ભાવે ભલી હિ. પ્રેમ બન્યું તુમ સાથ, નાથ હૃદય ઘરમાં રમે, હિ૦ વિધ્વંભર લઘુ ગેહ, ગજ દરપણમાં સંક્રમે. હિ. અંતર વાત એકાંત, પ્રેમ મેલાવા નિત કરું, હિ. શ્રી શુભવીર વિદ, નિરભય સુખ સંપદ વરૂં.