________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
- ૧૪૫
: : ઢાલ-પંદરમી : (રૂડે માસ વસંત ફલી વનરાજી રે—એ દેશી.) - આડંબર વર આવિયા રે, નેમીશ્વર ગુણવંત વહાલા; . રાવ પશુની સાંભલી રે, સારથિને પૂછત વ્હાલા, કરૂણવંત શિરોમણિ રે, ભયભંજણ ભગવંત વ્હાલા. કહે સારથિ વિવાહમાં રે, ગૌરવ કારણ એહ હાલા; મેલ્યાં પશુ હરણું ઘણું રે, દારૂણ સ્વરકરે તે વ્હાલા. કરૂણ૦ ૨ નેમ સુણી ચિત્ત ચિતવે રે, ધિમાહરો વિવાહ વ્હાલા; જાદવને ઓચ્છવ ઘણે રે, પશુઆં અંતર દાહ વહાલા. કરૂણા. ૩ ઈણે અવસરે પ્રભુ દેખીને રે, હર કહે સુણ નાર હાલા; મરણથકી તુજ વિરહાનું રે, હૈયડે દુઃખ અપાર હાલા. કરૂણા. ૪ પ્રભુ દેખી હરણી કહે રે, કરૂણવંત ભદંત વ્હાલા; કરી વિનતિ જિમ છૂટીયે રે, મરણથકી સુણકંત વહાલા કરૂણા. ૫ એમ સુણી મૃગ પ્રભુને કહે રે, કરીએ ભક્ષણ ઘાસ હાલા; નિઝરણાં જલ પીજીયે રે, વળી રહીયેવનવાસ વ્હાલા. કરૂણા. ૬ નિરઅપરાધી નાથજી રે, છેડાવો તમે આજ હાલા; સાંભલી સારંગ વિનતિ રે, મીશ્વર મહારાજ વ્હાલા. કરૂણ ૭ હરણી ગ્રીવાનિજ નારીને રે, કઠે ઠવી રહ્યો હેત વહાલા; તે દેખી મતિ કેળવી રે, વર કવિ ઉપમા દેત હાલા. કરૂણ૦ ૮ બંધનથી પશુ છેડતે રે, પ્રભુવચને રખવાલ વ્હાલા; નહિ પરણું નેમિ કહે રે, સારથિ! તું રથવાલ વ્હાલા. કરૂણા. ૯ પાછા વળતા દેખીને રે, માતપિતાદિક આય હાલા; વીર કહે વચને કરી રે, સામલકું સમઝાય વ્હાલા. કરૂણ૦૧૦