________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૧૪૧
: ઢાલ દશમી : (વ્હાલા તુમે કિહાંના દાણી જો એ દશી ). કહે પદ્માવતી દિયરીયા જે, નારી નથી કુણ વરીયા જે; હરિવંશ વિભૂષણકારી, મુનિસુવ્રત ઘરબારી જે. તમે શિવનારીના રસિયા જે, માહરે ઘેર અભિનવ વસિયા. જે ૧ શી ઝાઝી કરવાદી જે, દેખને દેવ યુગાદિ જે, પ્રભુ જુગલા ધર્મ નિવારી, આપ વર્યા દેય નારી છે. તમે ૨ સુખ વિલસી સંજમ રસિયા જે શિવમંદિરમાં પણ વસિયા જે, પ્રભુ થાપિત વરણ વરણે જે, આજ લગી સહુ પરણે છે. તમે ૩ ચકી જિન શાંતિ ઉદાર જે, એક લખબાણું હજાર જે સુખ વિલસી એટલી નારી જે, પછે થયા વ્રતધારી જે. તુમે. ૪ લહી કેવલ ભવ નિસ્તરીયા જે, એક્ષ-વધૂ પણું વરીયા જે, પરણી શિવમંદિર ચિઠા જે, સઘલા જિનવર દીઠા જે તુમે૫ તુમનવિ મુગતિ દિલ ધારી જે, વાત તમારી ન્યારી જે; કાં ધીઠા દેવર મલીયા જે કહેવાર પરાક્રમ બલીયા જે. તુમે
: ઢાલ-અગિયારમી : ( પાટણમાં પચાસ સાહે રે–એ દેશી ) એમ સઘલી નાની વડેરી રે, નેમિનાથને ચિહું દિશિ ઘેરી રે, તુમ બેલનું મર્મજ લદ્ધ રે, નારી પરણે તે રહે યુદ્ધ રે, ૧ પરણી ભવ લાહો લીજે રે, પછી બલની પરીક્ષા કીજે રે; હરિજીત તે જાઉં બલિહારીરે, એમ બોલે હસી કેઈ નારી રે. ૨ રામ શઠ હઠ નવિ છાંડે રે, એહશું ચતુર કુણ માંડે રે, રહ્યા મૌન તે એમ વિચારી રે, તે પણ બેલે ધૂતારી રે ૩