________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય દો.
ગુરૂ આગે જાયે જ્યારે રે, શુંહલી કરશે કુણ ત્યારે રે, પ્રી મુનિને દેશે કુણ દાન રે, રામ વિણ ઘર ઉદ્યાન રે. પ્રી. ૨ વ્યાપાર ચલે ઘરે તાળ રે, આવી સંધ્યા કરશે વાળુ રે, પ્રી એમ એકલા બારે માસ રે, લોક કેમ કરશે વિસવાસ રે. પ્રી- ૩ એકલાને સાંઢ તે કહેશે રે, કુણ પરઘર પસણ દેશે રે, પ્રીજિહાં જાશે છેલાઈને વેશે રે, લોક ભેજાઈ મહેણ દેશે રે. પ્રી- ૪ કાંઈ દિયરીયા તું જાણે રે, નારી સાંભરશે ઘણું ટાણે રે, પ્રીદેષાકર કિરણ લગાવે રે, કહે વીર તે વિરહ જગાવે રે. પ્રી૫
: ઢાલ-નવમી : (હે સુખકારી, આ સંસારથકી જે મુજને ઉદ્ધર—એ દેશી.). સુણ અલબેલા? અલબેલી વિણ કિમ જાશે જનમારે; હે રંગીલા રંગીલી વિણ એળે જાશે અવતાર. એકદિન અમે રંગભર રમતાંતાં માહરે પગ ઝાંઝર રમઝમતાંતાં; નમ્રતા કરી નાથને નમતાંતાં, સસનેહીનાં ખેંઘા ખમતાંતાં. સુણ૦ ૧ હરિરામનામે સુખ સમધારી, દેખણ આવ્યો વિધુ સહનારી, મેરા હઈડા ઉપર નભચારી, તેણે દરિસણે હું થઈ હુંશિયારી. સુણ૦૨ જાણે હરિ ગોરી કુંવરીયે, દે ચાર ઘડી આશા ભરીયે; મેં હરિ સાથે લીલા કરી, હરિ કેપે પશ્ચિમ દિશિ વળી. સુણ ૩ એણે અવસરે રંગરસેભરીયે, મને નેમદિયરી સાંભરીયે, છે જોબન મદ પાવક જલીયે, ઘનઘોર ઘટા હોય વિજલીઓ. સુણ૦૪ એક પાવસ માસે જ વરસે એકલડે કેમ તે શું કરશે, પણ જાણું બૂરી મરશે, એક વૈરાગ્યે શું મન ઠરશે. સુણ૦ ૫ કહે ગોરી હું તુમ દુ:ખભારી, તે માટે પરણે એક નારી પર્વ સવિ જિનવર સંસારી, કડે વીર પણે સંજમધારી. સુણ ૬