________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. ૧૩૯ હિંગલને ટીકે વાગે રે, સુંઠ પગે ઝાંઝર ઝમકારે રેસ્ટ કર કંકણ નાકે મેતી રે, મું. એક પહેરેને એક તીરેસું ૩ જે જે મન વલ્લભ લાગે રે, સું તે તે તુમ પાસે માગે રે, સું તરણું દૂર જાચક તિજે રે, સું વિવરી લઘુ તરતમદીજેમું ૪ વાયુ જાચકને ન ગ્રહાય રે, સું કાંઈ માગે તે મોટી બલાય રેસ્ટ છો કાયર પણ થાઓ ધીર રે, મું. તુમ બંધવ જે વડવીર રેસિં૫ જેમ બત્રીસ સહસનું ભરશે રે, સુંતુમ નારીનું પૂરું કરશે રે સું શે પરણે નહિ હવે કાંઈ રે, શું કહે વીર સલૂણા સાંઈ રેસું ૬
: ઢાલ–સાતમી :
(માતા જશેદા કાન–એ દેશી.) લક્ષ્મણ કહે હવે રહી, શે હવે નારી પરણે નહિ, ન્હાનડીયા દિયર અવધાર, નારી વિના નિફલ અવતાર ૧ એવી ધીઠાઈ છે ઘણ, કુણ નારી વરશે તુમ ભણી; એકલડા વાંઢા થઈ રહી, ઘરણી વિના ઘર શોભે નહિ. ૨ સંઘવી થાશે ઉલટ ઘણે, સંઘ ચાલે સિદ્ધાચલ ભણે; સંઘવણ કુણ તુમ પૂછે કે, શું કહેશો તિહાં નીચું જોઈ. ૩ માલ પહેરશે નારી વિના, પુંખણ વિધિ કુણ કરશે જના; ઉજાણું સ્વજન જાતરા, ઘર વિવાહ નહિ સુંદરા. ૪ પત્સવ ન જણાયે કદા, પેટ ભરે દીવાલી સદા; મોટાઈ જગમાંહિ થશે, વીર કહે ઘરણી ઘેર હશે. ૫
: ઢાલ-આઠમી : | (સગઢડાં માંડવાં સોલ રે—એ દેશી.) તે માટે વરે એકનારી રે હરિનારી કહેગંધારી રે પ્રીતડી પાળીયે રે ઘેર માહણે એક્તાન રે, કુણ દેશે આદરમાન રે. પ્રી. ૧