________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ
- -- : ઢાલ-બીજી :
( પાડલી પુરમાં રે પારે—એ દેશી.) ગેપી આઠની રેટેલી. બત્રીસ સહસ તે બાલી ભલી; નેમિ વરાસન રે થાપી, સરોવર તીરે કીડા વ્યાપી. ૧ હસી હસી બોલો રે વહાલા, લાલચ લાગી પ્રભુ લટકાલા; પાનનાં બીડાં રે ખાતી, વન મદ રસમાં રંગ રાતી. હસી-૨ દડે ફૂલ કેરે રે ઉછાલે, બીજી રંગભર રમતી ઝાલે; નેમિને હૃદયે રે મારે, તવ એક જાઈ છાતી પંપાળે. હસી૩ કોઈ દિયરીયા રે વાગ્યું, પરણવા કાયર કાં તુમ લાગ્યું; પ્રભુને છોટે સઘળી નારી, જલશું ભરી સોવન પીચકારી. હસી ૪ મનમાં જાણે રે જલશું, પ્રભુને આકુલ વ્યાકુલ કરશું; અંબરે દેવા રે વાણી, બોલે સુણજે હરિઠકુરાણું. હસી ૫ લઘુપણે મેરૂ રે હલાવ્યા, ચઉસઠું ઈદ્ર પ્રભુ નવરાવ્યા; તવ વ્યાકુલતા રે નાવી, તો તમને એ શી મતિ આવી. હસી એમ સુણ ગેપી રે આવે, સરોવર તીરે પ્રભુને લાવે; વીર કહે રસ રંગે ભરાણી, હવે બોલી કમલા પટરાણી. હસી ૭
: ઢાલ-ત્રીજી : (હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ—એ દેશી ) હાંરે કાંઈ રૂખમણી રાણી કહે દિયર અવધાર જે, નારી વિના એકલડા દુ:ખ પામશે રે લો; હારે કાંઈ જોબનીયાને લટકે દહાડા ચાર જે, જાતાં રે નહિ વાર પછે પસ્તાવો રે લે. હરે કાંઈ છેલછબીલી રંગીલી ભેજાઈએ જે, લોચનને લટકે રે તમ સ્વામું જૂએ રે ;