________________
વિભાગ બીજે–પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૧૨૯ સહસાવનકી કુંજ ગલનમેં, જ્ઞાનસેં ધ્યાન ધરે, સુત્ર કેવલ પામી શિવગતિ ગામી, આ સંસાર તરે સુર ૬ નેમિજિણેસર સુખસજ્યાએ, પિયા શિવનગરે સુત્ર શ્રી શુભવીર અખંડ સનેહી, કરતિ જગ પસરે. સુ. ૭
(ગિરૂઆ રે ગુણ તુમતણું–એ દેશી.) સખિ શ્રાવણની છઠ ઉજલી, ભલી વીજલીને ઝલકાર રે, એની વેલા પિઉજી રહ્યા, રાણી રાજુલને દરબાર રે.
પિઉછ વસે કેલાસમાં ૧ પાછા તેરણ આવી વલ્યા, કરી અમને તે કંત વિયેગી રે; કંસાર મુજ ચાખ્યા વિના, વાહે હુઓ છે ભિક્ષાને ભોગી રે. પિ૦ ૨ રૂડી શ્યામ ઘટા ગગને રહી, વાહે શામલ સુંદર વાને રે; સહસાવને સમતા ધરી, રહ્યા મૌન તે ઉજજવલ ધ્યાને રે. પિ૦ ૩ કેઈ દેષ વિના દયિતા તજી, મને મેલી છે બાલે વેશ રે યૌવન વનમાં એકલી, તજી પિયુજી ચલ્યા પરદેશ જે. પિ૦ ૪ સહ યાદવ સાખે નવિ દીઓ, જે હાથની ઉપર હાથ રે; હાથ મલ્હાવીશ મસ્તકે, દેવ દેવી સામે જગનાથ રે. પિ૦ ૫ ઈમ રાજુલ રાગ વિરાગસેં, નેમ નામને મંત્ર જપાય રે; " કાલાંતરે પ્રભુ કેવલી, સુણી રાજુલ વંદન જાય રે. પિ૦૬ ચરણ ધરે નવ ભવ સુણ, શિવ હિતાં સલૂણી નાહ રે; ગેત્ર વિનાશે ઉપન, ગુણ અગુરુલઘુ અવગાહ રે. પિ૦ ૭ સિદ્ધ સાદિ અનંતે ભંગશું, રંગ રીઝે બની ખરી પ્રીત રે, શ્રી શુભવીરવિનોદશ્ય, નિત્ય આવે છે ખિખિચિત્ત રે. પિ૦ ૮