________________
૮૦
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
શ્રી ઋષભદેવ જિન-તેર ભવ-વર્ણન-સ્તવન.
દુહા. પુરિસાદાણી પાસ જિન, બહુ ગુણ મણિ આવાસ;
દ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું પરમ ઉલ્લાસ. ૧ સસતી સામિણી વિનવું, કવિજન કેરી માય; સરસ વાણી મુજને દીઓ, મેટ કરીને પસાય. ૨ લબ્લિવિજય ગુરૂ સમરીયે, અહનિશ હર્ષ ધરેવી, જ્ઞાનદષ્ટિ દીધી જિણે, પદ પંકજ પ્રણમેવી. ૩ પ્રથમ જિનેસર જે હુઓ, મુનિવર પ્રથમ વખાણ કેવલપર પહેલે જિકે, પ્રથમ ભિક્ષાચર જાણ. ૪ પહેલે દાતા એ કહ્યો, આ ચોવીશી મઝાર; તેહ તણું ગુણ વરણવું, આણી હરખ અપાર. ૫
ઢાળ પહેલી. (નરે નમે શ્રી શેત્રુંજા ગિરિવર—એ દેશી ) પહેલે ભવે ધન સારથવા હે, સમક્તિ પામ્યું સારરે, આરાધી બીજે ભવે પામ્યા, યુગલ તણે અવતાર રે.. સે સમક્તિ સાચું પ્રાણું, એ સવિધર્મની ખાણી રે; નવિ પામે જે અભવ્ય અન્નાણી, એહવી જિનની વાણી. સે૨ યુગલ ચવી પહેલે દેવલોક, ભવ ત્રીજે સુર થાય; ચોથે ભવે વિદ્યાધર કુલ થયે, મહાબલ નામે રાયરે. સે૩ ગુરૂ પાસે દીક્ષા પાલીને, અણસણું લીધું અંતરે; પાંચમે ભવે બીજે દેવલોક, લલિતાંગ સુર દીપંતરે. સે. ૪.